આમિર ખાનના ઘરે જામ્યો મ્યુઝિકલ જૅમ

08 June, 2023 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમિર ખાને તેના ઘરે રાખેલા નાનકડા ગેટ-ટુગેધરમાં મ્યુઝિકલ જૅમિંગ જોવા મળ્યું હતું

આમિર ખાન, કપિલ શર્મા

આમિર ખાને તેના ઘરે રાખેલા નાનકડા ગેટ-ટુગેધરમાં મ્યુઝિકલ જૅમિંગ જોવા મળ્યું હતું. એમાં કપિલ શર્મા, તેની વાઇફ ગિની ચતરથ, અર્ચના પૂરણસિંહ અને કવિતા કૌશિકની સાથે અન્ય લોકો પણ હાજર હતા. એ પાર્ટીનો વિડિયો અર્ચના પૂરણસિંહે શૅર કર્યો છે. એમાં સૌ એકબીજાની કંપનીને એન્જૉય કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જ આમિરે પંજાબી ફિલ્મ ‘કૅરી ઑન જટ્ટા 3’નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. ત્યાર બાદ તેણે સૌને પોતાના ઘરે ઇન્વાઇટ કર્યા હતા. હાલમાં થયેલા ગેટ-ટુગેધરનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્ચના પૂરણસિંહે કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ના દાયકા બાદ આમિર સાથે મુલાકાત કરવાની તક મળી છે. એ ઉમળકો અને જૂની યાદોએ વર્ષોનું અંતર ઘટાડી દીધું. આમિર, તારા ઘરે રાખેલી આ ખુશનુમા સાંજ માટે ખૂબ આભાર. અમને એની ખૂબ જરૂર પણ હતી. તું પહેલાં કરતાં વધુ મજેદાર બની ગયો છે. જ્ઞાનનો ભંડાર અને મસ્તીખોર. આપણી વચ્ચે ચાલેલી લાંબી વાતચીત અને મજેદાર સ્ટોરીઝ ખૂબ ગમી. શુક્રિયા કપિલ શર્મા, અમારા માટે અમારું ફેવરિટ ગીત ‘હંગામા હૈ ક્યૂં.. થોડી સી જો પી લી હૈ’ ગાવા માટે. તારા હાથમાં જે ડ્રિન્ક હતું એ તો ખરેખર માત્ર લીંબુ પાણી હતું.’ 

aamir khan kapil sharma instagram bollywood news bollywood entertainment news