ઝોયા અખ્તરને ઓસ્કર એકેડમીની આ સમિતિમાં સભ્ય તરીકે આમંત્રણ

03 July, 2019 07:03 PM IST  | 

ઝોયા અખ્તરને ઓસ્કર એકેડમીની આ સમિતિમાં સભ્ય તરીકે આમંત્રણ

ફાઈલ ફોટો

લીડિંગ ફિલ્ડ પ્રોડ્યુસર ઝોયા અખ્તરને ઓસ્કર એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સના સદસ્યના રૂપે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઝોયા અખ્તરને મળેલુ આમંત્રણ એક મોટી ઉપલબ્ધી અને દેશ માટે ગર્વની વાત છે. ઝોયા અખ્તર માટે ઉત્સાહ અને ગર્વની એક ક્ષણ છે કારણકે તેમના કામને ભારતમાં જ નહી દુનિયાભરમાં વખાણવામાં આવ્યું છે. ઝોયા અખ્તર ડિરેક્ટર તરીકે અવિશ્વનય કામ કરતા ગ્લોબલી એક ઉંડી છાપ છોડી છે.

ઝોયા અખ્તર હમેશા કઈક નવુ કરવા માટે જાણીતા છે. ઝોયા અખ્તર ક્રિએટીવ અને યુનિક કોન્સેપ્ટ સાથે કામ કરવામાં માને છે. ઝોયા અખ્તર એક એવી ડિરેક્ટર છે જે ગલીબોય સાથે અંડરગ્રાઉન્ડ રેપ કલ્ચરને બહાર લઈને આવ્યા છે. અંડરગ્રાઉન્ડ રેપ કલ્ચર જેવા અનેક કોન્સેપ્ટ સાથે કામ કરવા માટે ઝોયા અખ્તર પહેલા સ્થાને છે.

ઝોયા અખ્તરની ગલી બોય ભારતમાં રિલીઝ થવા પહેલા બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં દર્શાવવામાં આવી હતી જે સાબિત કરે છે કે ઝોયા અખ્તરનું સ્ક્રિન રાઈટીંગ એક બેસ્ટ કેટેગરી છે સાથે જ તેમનું નિર્દેશન પણ જોરદાર છે. ઝોયા અખ્તર હમેશા દર્શકોમાં તેમના ડિરેક્શન દ્વારા દર્શકો પર તેમની છાપ છોડવામાં સક્સેસફૂલ રહી છે. ઝોયા અખ્તર સિલ્વર સ્ક્રિન સાથે વેબ દુનિયા પર પણ રાજ કરે છે.

આ પણ વાંચો: કેમ 24 વર્ષ પછી બની રહી છે કુલી નં 1ની રિમેક, ડેવિડ ધવનનો ખુલાસો

ગલી બોય પછી ઝોયા અખ્તરે વેબ સિરીઝ મેડ ઈન હેવન ડિરેક્ટ કરી હતી જેમા અલગ અલગ પાત્રોની સ્ટોરીને એકસૂત્રમાં બાંધી હતી. વેબ સિરીઝ જોતા ક્યાય પણ દર્શકોને સિરીઝના ચાર પાત્રો સાથે અલગ છે તે અનુભવ પણ થતો નથી તેવો અનુભવ થાય છે. ગલી બોય ઝોયા અખ્તરની બેસ્ટ મૂવીઝમાંથી એક છે જે મુંબઈના રૅપ કલ્ચર પર આધારિત છે. આ સિવાય ઝોયા અખ્તર અત્યાર સુધીમાં ચાર ફિચર ફિલ્મ, 2 શોર્ટ ફિલ્મ, 1 વેબ સિરીઝ કરી ચૂકી છે.

zoya akhtar bollywood news gujarati mid-day