એક ડિરેક્ટર તરીકે મહેશ ભટ્ટ સાથે કામ કરવું સરળ નથી લાગતું : આલિયા ભટ્ટ

29 April, 2019 09:43 AM IST  |  મુંબઈ

એક ડિરેક્ટર તરીકે મહેશ ભટ્ટ સાથે કામ કરવું સરળ નથી લાગતું : આલિયા ભટ્ટ

મહેશ ભટ્ટ સાથે આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટનું કહેવું છે કે તેને ડૅડી મહેશ ભટ્ટ સાથે એક ડિરેક્ટર તરીકે કામ કરવું સરળ નથી લાગી રહ્યું. તે ૧૯૯૧માં આવેલી ‘સડક’ની સીક્વલ ‘સડક ૨’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર જોવા મળવાનાં છે. ડૅડી વિશે જણાવતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું તેમને એક ડિરેક્ટર તરીકે નથી ઓળખતી એથી તેમની સાથે કામ કરવું મારા માટે સરળ નહીં હોય. હું તેમને એક ડૅડી તરીકે ઓળખું છું.

આ પણ વાંચો : કંચનાની હિન્દી રીમેક લક્ષ્મી બૉમ્બનું શૂટિંગ શરૂ થયું

એક ડિરેક્ટરના રૂપમાં તેમની સાથે કામ કરવું મારા માટે થોડું અલગ રહેશે. હું ખૂબ ઉત્સાહિત છું. આ એક અક્સાઇટિંગ ફિલ્મ છે. મારા ડૅડી હંમેશાં શાંત જ રહે છે. આ જ કારણ છે કે હું નથી જાણી શકી કે તેઓ સેટ પર કેવા હોય છે.’

mahesh bhatt alia bhatt bollywood news