પરિણીતીએ રીક્રીએટ કર્યું મોહબ્બતેંનું ગીત

02 May, 2019 11:30 AM IST  |  મુંબઈ

પરિણીતીએ રીક્રીએટ કર્યું મોહબ્બતેંનું ગીત

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડાએ યશરાજ ફિલ્મસની ‘મોહબ્બતેં’ના એક ગીતને રીક્રીએટ કર્યું હતું. આ ગીતનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. વિડિયોમાં તે ગ્રીન સાડીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. ‘મોહબ્બતેં’ ફિલ્મના આ ગીતમાં રિયલ સ્નો હતો. પરિણીતીના આ ગીતમાં બધું જ બનાવટી હતું. આ વાત પરિણીતીએ જાતે કહી હતી.

આ પણ વાંચો : ફીમેલ ડિરેક્ટર સાથે કામ કરવાથી ઘણો લાભ થાય છે : દિયા મિર્ઝા

આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘યશરાજ હિરોઇનનું ટ્યુટોરિયલ : મઢ આઇલૅન્ડમાં બનાવટી સ્વિટ્ઝરલૅન્ડ. ૩૪ ડિગ્રી તાપમાનમાં નકલી સ્નો. બનાવટી હવા. ‘મોહબ્બતેં’નું એક ગીત. જોકે માત્ર હું જ એક રિયલ ફિલ્મી ગર્લ. આ શૂટ પૂરું થયા બાદ અમે ખૂબ હસ્યાં હતાં.’

parineeti chopra bollywood news