PM Narendra Modi બાયોપિકમાં આવા હશે વિવેક ઓબેરોયના 9 લૂક, વીડિયો રિલીઝ

27 March, 2019 06:18 PM IST  | 

PM Narendra Modi બાયોપિકમાં આવા હશે વિવેક ઓબેરોયના 9 લૂક, વીડિયો રિલીઝ

પીએમ મોદીના રોલમાં વિવેક ઓબેરોય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વડાપ્રધાનની બાયોપિક હોવાની સાથે સાથે બીજી કેટલીક રીતે પણ ખાસ છે. ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. ખાસ કરીને વિવેક ઓબેરોયના લૂક વિશે સૌથી વધુ ચર્ચા થઈ છે.

પીએમ મોદીની બાયોપિકમાં ચા વેચનાર બાળકથી લઈને વડાપ્રધાન બનવા સુધીની પીએમ મોદીની લાઈફ જર્ની દર્શાવાઈ છે. પરિણામે ફિલ્મમાં વિવેક ઓબેરોયના જુદા જુદા લૂક જોવા મળશે. વડાપ્રધાન મોદીની યુવાનીથી લઈને કટોકટી દરમિયાનનો વેશ પલટો અને ગુજરાતના સીએમથી લઈ પીએમ મોદીના હાલના લૂક વિવેક ઓબેરોયે અપનાવ્યા છે.

 

વિવેક ઓબેરોયના જુદા જુદા 9 લૂક કેવા હશે તેનો ફોટો તો રિવીલ થઈ ચૂક્યો છે. જો કે હવે મેકર્સે વિવેક ઓબેરોયના તમામ નવેનવ લૂકનો વીડિયો રિલીઝ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના સત્તાવાર હેન્ડલર પરથી આ વીડિયો રિલીઝ કરાયો છે.

આ વીડિયોમાં વિવેક ઓબેરોયના જુદા જુદા 9 લૂકની સાથે સાથે તે કયા સમયગાળાનો લૂક છે તે પણ લખવામાં આવ્યું છે. કયા વર્ષથી કયા વર્ષ દરમિયાન પીએમ મોદી કેવા લાગતા હતા તેનો ઉલ્લેખ આ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આવી ગયો છે દેશનો ચોકીદાર.. PM મોદી પર બનનારી ફિલ્મનો ડાયલોગ પ્રોમો રીલિઝ

ઉલ્લેખનીય છે કે ઓમંગ કુમારે ડિરેક્ટ કરેલી સંદીપ સિંઘ, સુરેશ ઓબેરોય અને આનંદ પંડિતે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. .

narendra modi vivek oberoi omung kumar bollywood news