વીરે દી વેડિંગની રિલીઝને એક વર્ષ થતાં સોનમ કપૂરે વ્યક્ત કરી લાગણી

02 June, 2019 10:55 AM IST  |  મુંબઈ

વીરે દી વેડિંગની રિલીઝને એક વર્ષ થતાં સોનમ કપૂરે વ્યક્ત કરી લાગણી

‘વીરે દી વેડિંગ’

‘વીરે દી વેડિંગ’ની રિલીઝને ગઈ કાલે એક વર્ષ પૂર્ણ થતાં સોનમ કપૂર આહુજાએ ફોટો શૅર કરીને પોતાની ભાવના વ્યક્ત કરી હતી. ૨૦૧૮ની પહેલી જૂને રિલીઝ થયેલી આ ફિલ્મને તેની બહેન રિયા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં સોનમની સાથે જ કરીના કપૂર ખાન, સ્વરા ભાસ્કર અને શીખા તલસાણિયા જોવા મળી હતી. ફિલ્મના એક સીનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની રિલીઝને એક વર્ષ થયું.

આ પણ વાંચો : બોલે ચુડિયાંમાંથી મૌની રૉયની કરવામાં આવી બાદબાકી

મેં આ અદ્ભુત મહિલાઓ સાથે આજીવનની ફ્રેન્ડશિપ બાંધી છે. મારા વીરેઝને ભરપૂર પ્રેમ સાથે જ રિયા કપૂરને પણ. તેણે જૂની પ્રથાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે. આઇ લવ યુ અને મને તારા પર ગર્વ છે. થૅન્ક યુ એકતા કપૂર, અમારી બૉસ બનવા માટે. તું અમારા માટે એક પ્રેરણા છે. શશાંક ઘોષ તું હંમેશાં મારા માટે બેસ્ટ પાત્ર શોધી લાવે છે. તારી સાથે હજી ફિલ્મ કરવા માટે હું આતુર છું. લવ યુ ઑલ.’

veere di wedding sonam kapoor rhea kapoor kareena kapoor bollywood news