બોલે ચુડિયાંમાંથી મૌની રૉયની કરવામાં આવી બાદબાકી

મુંબઈ | Jun 02, 2019, 10:33 IST

‘બોલે ચુડિયાં’માંથી મૌની રૉયને કાઢી મૂકવામાં આવી છે. તેના અનપ્રોફેશનલ વર્તનને કારણે તેની આ ફિલ્મમાંથી બાદબાકી કરવામાં આવી છે.

બોલે ચુડિયાંમાંથી મૌની રૉયની કરવામાં આવી બાદબાકી
મૌની રૉય

‘બોલે ચુડિયાં’માંથી મૌની રૉયને કાઢી મૂકવામાં આવી છે. તેના અનપ્રોફેશનલ વર્તનને કારણે તેની આ ફિલ્મમાંથી બાદબાકી કરવામાં આવી છે. આ સંદર્ભે ફિલ્મના પ્રોડ્યુસર રાજેશ ભાટિયાએ કહ્યું હતું કે ‘અમે ભારે રકમ ઇન્વેસ્ટ કરી છે. એવામાં જો કોઈને સભ્યતાથી પ્રોફેશનલ બનવાનું અને પોતાના રોલ પ્રત્યે સમર્પિત રહેવા માટે કહેવામાં આવે અને એ બાબત જો કોઈને ખરાબ લાગતી હોય તો હું સૉરી કહું છું. અમે ફિલ્મો બનાવવાના એક સિરિયસ બિઝનેસમાં છીએ. આ અમારી હૉબી નથી.

જે સમયે અમે તેને સાઇન કરી હતી ત્યારે તે અને તેની એજન્સીનું વર્તન ઘણું અનપ્રોફેશનલ અને બેજવાબદારીભર્યું રહ્યું છે. તેની સાથે કરાર કર્યા બાદ અને તેને ફી આપ્યા છતાં બે દિવસ પહેલાં કરવામાં આવેલા ફાઇનલ નરેશનમાં ૩ને બદલે તે ૦૫.૩૦ વાગ્યે આવી. એ ખરેખર પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને ઍક્ટર્સ માટે શરમજનક છે.

આ પણ વાંચો : સલમાન ખાન સારો સલાહકાર બની શકે છે: કૅટરિના કૈફ

રોલની વાત કરું તો એ બેસ્ટ સ્ક્રિપ્ટ હતી. ફિલ્મમાં છોકરીનો રોલ ખૂબ અગત્યનો છે. તે પોતે ફરિયાદ કરી રહી છે એ સાંભળવુ થોડું રોચક લાગે છે. ખરું કહું તો તે પોતે પણ જાણે છે કે તેની ભૂલ થઈ છે. હવે ન્યુઝમાં છવાઈ રહેવા માટે તે પોતાનો બચાવ કરી રહી છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK