કલાકારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અપીલ કરી વરુણ ધવને

02 September, 2019 11:18 AM IST  | 

કલાકારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અપીલ કરી વરુણ ધવને

વરુણ ધવને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને અપીલ કરી છે કે તેઓ જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળે. વરુણ હાલમાં ‘કૂલી નંબર 1’માં બિઝી છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન અને જૅકી ભગનાની પણ જોવા મળશે. ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરશે.

આ ફિલ્મનો સેટ પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં આવ્યો છે. વરુણ ધવને અન્ય કલાકારોને પણ પ્લાસ્ટિક ફ્રી થવાની અપીલ કરી છે. ત્યાર બાદ જૅકી ભગનાનીએ તેને એક મગ ગિફ્ટ આપ્યો છે. એના પર ‘કૂલી નંબર 1’ લખેલું છે.

આ પણ વાંચો:કૉન્સર્ટ અટેન્ડ ન કરી શકનાર ફૅનને મળવા હૉસ્પિટલમાં પહોંચ્યાં પ્રિયંકા-નિક બ્રધર્સ

આ મગનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને વરુણ ધવને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘કૂલી નંબર 1’ના સેટને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે હની ભગનાની અને જૅકી ભગનાની થૅન્ક યુ. હું મારા સાથી કલાકારોને પણ અપીલ કરું છું કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે.’

varun dhawan bollywood news gujarati mid-day