આ છે બૉલીવુડના સુપર સેવન સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

31 December, 2019 11:05 AM IST  |  Mumbai

આ છે બૉલીવુડના સુપર સેવન સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર

ઐશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપડા

બૉલીવુડની સેલિબ્રિટીઝ ફિલ્મોની સાથે-સાથે બિઝનેસમાં પણ રુચિ ધરાવે છે. મોટા ભાગની સેલિબ્રિટીઝ તેમની ક્લૉધિંગ લાઇન શરૂ કરે છે અથવા તો બ્યુટી પ્રોડક્ટની લાઇન શરૂ કરે છે. જોકે આ વર્ષે ઘણી સેલિબ્રિટીએ સ્ટાર્ટઅપમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, તો કઈ સેલિબ્રિટીઝે ક્યાં પૈસા ઇન્વેસ્ટ કર્યા એ જોઈએ...

અક્ષયકુમાર
અક્ષયકુમાર ઑન અને ઑફ સ્ક્રીન તેની ફિટનેસ માટે જાણીતો છે. આથી જ તેણે મુંબઈ બેઝ્ડ વેઅરેબલ ટેક સ્ટાર્ટઅપ GOQIIમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ૨૦૧૪માં શરૂ કરવામાં આવેલી આ કંપની યુઝર્સને તેણે કેટલાં સ્ટેપ લીધાં છે, કેટલી ઊંઘ કાઢી છે વેગેરે જેવી ફિઝિકલ ઍક્ટિવિટીઝ પર નજર રાખવામાં મદદ કરે છે. આ કંપનીના બોર્ડમાં અક્ષય ઇન્વેસ્ટર અને સ્ટ્રૅટેજિક ઍડ્વાઇઝર તરીકે કામ કરી રહ્યો છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચને આ વર્ષે બૅન્ગલોરમાં આવેલા એન્વાયરર્નમેન્ટલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ એમ્બીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કંપની ચોક્કસ કમ્યુનિટી કે એરિયામાં ઍર ક્વૉલિટી કેવી છે એ દર્શાવે છે. ઐશ્વર્યા અને તેની મમ્મી વૃંદાએ ૫૦-૫૦ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આ કંપનીમાં કર્યું છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસે અમેરિકાની બે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેણે સૅન ફ્રાન્સિસ્કોની હોલબર્ટન સ્કૂલમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ સ્કૂલ આવનારી જનરેશનને ઉત્તમ સૉફ્ટવેર એન્જિનિયર બનાવવા માટે સુવિધા પૂરી પાડશે. આ સાથે જ તેણે અમેરિકાની ડેટિંગ ઍપ્લિકેશન ‘બમ્બલ’માં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ ઍપ્લિકેશન ઇન્ડિયામાં લૉન્ચ થઈ ગઈ છે.

આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાએ ગુડગાંવની ‘ધ મૅન કંપની’માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કંપની પુરુષોની ગ્રૂમિંગ પ્રોડક્ટ બનાવે છે. બાથથી લઈને શેવિંગ અને પરફ્યુમ સુધીની પ્રોડક્ટ આ કંપની બનાવે છે.

સુખવિન્દર સિંહ
સિંગર સુખવિન્દર સિંહે બે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમૅન્ટ કર્યું છે. તેણે ગુડગાંવની LQI મિલ્કશેક, સ્મૂધી અને ફ્રૂટ વૉટર બનાવતી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ સાથે જ તેણે eBikeGo કંપનીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કંપની ઇલેક્ટ્રિક બાઇકને રેન્ટ પર આપે છે અને એ દિલ્હી, અમ્રિતસર, જયપુર, જલંધર અને આગરામાં કાર્યરત છે.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ઍડટેક સ્ટાર્ટઅપ કંપની Eduisfunમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ કંપનીએ એક એજ્યુકેશન-ઍપ બનાવી છે, જેની મદદથી લૉ ડેટા કનેક્ટિવિટીમાં વિદ્યાર્થીઓ એનો લહાવો લઈ શકે. મુંબઈ આધારિત આ કંપની હવે સ્કૉલરશિપ પણ આપી રહી છે. તેઓ ગરીબ બાળકોને ૧૦,૦૦૦થી લઈને એક કરોડ રૂપિયા સુધીની સ્કૉલરશિપ આપે છે.

અર્જુન કપૂર
અર્જુન કપૂરે એક ફૂડ ડિલિવરી કરતી કંપની FoodCloud.inમાં ઇન્વેસ્ટમૅન્ટ કર્યું છે. આ કંપની મહિલાઓને સશક્ત બનાવવાનું કામ કરે છે. તેઓ હાઉસવાઇફને પૈસા કમાવા માટે એક પ્લૅટફૉર્મ પૂરું પાડે છે. તેમના ઘરેથી લઈને આ કંપની લોકો સુધી ફૂડ ડિલિવર કરે છે.

bollywood bollywood news akshay kumar aishwarya rai bachchan priyanka chopra ayushmann khurrana arjun kapoor amitabh bachchan entertaintment