પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 'ધ લાયન કિંગ'ની ગર્જના,સુપર 30ને મળશે ટક્કર

20 July, 2019 12:50 PM IST  | 

પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 'ધ લાયન કિંગ'ની ગર્જના,સુપર 30ને મળશે ટક્કર

લાંબા સમયની રાહ જોવડાવ્યા પછી આખરે 'ધ લાયન કિંગ' આખરે દર્શકોને મનોરંજન કરાવવામાં સફળ રહી છે. 19 જુલાઈએ રિલીઝ થયેલી 'ધ લાયન કિંગે' બોક્સ ઓફિસ પહેલા દિવસે સારૂ કલેક્શન કર્યું છે. 'ધ લાયન કિંગે' ભારતમાં પહેલા દિવસે 10 કરતા પણ વધારે કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ધ લાયન કિંગે ભારતમાં ગ્રોસ 13.17 કરોડની કમાણી કરી હતી. 'ધ લાયન કિંગે' 'સ્પાઈડરમેન ફાર ફ્રોમ હોમ' કરતા સારૂ પ્રદર્શન કર્યું હતું અને 10 કરોડ કરતા વધારે કમાણી કરી હતી.

આ અઠવાડિયે 'ધ લાયન કિંગ' સિવાય 'ફેમિલી ઓફ ઠાકુરગંજ', 'જુઠા કહી કા', 'પેનલ્ટી ઔર શાદી કે પતાશે' રિલીઝ થઈ છે પરંતુ એમની 'ફેમિલી ઓફ ઠાકુરગંજ' સિવાય 'ધ લાયન કિંગ'ની ટક્કર અને બીજી કોઈ ફિલ્મ સાથે છે. હાલ સિનેમાઘરોમાં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કરી રહેલી 'સુપર 30', ધ લાયન કિંગને ટક્કર આપી શકે છે. આ સિવાય કબીર સિંહ પણ ફિલ્મને ટક્કર આપી શકે છે.

આ પણ વાંચો: આવી ગયું છે ગુજરાતી લાયન કિંગઃ હવે 'સિમ્બેસ' સંભાળશે ફેમિલી બિઝનેસ...

90'sના દશકમાં બાળકોને સિમ્બાની સ્ટોરી ઘણી પસંદ આવતી હતી. એજ સિમ્બા અને મુફાસાને રિક્રિએટ કરતા 2019માં સિલ્વર સ્ક્રિન પર લાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ સાથે જ ફિલ્મની આતુરતાથી રાહ જોવાતી હતી. લાંબા સમય પછી સિમ્બા, મુફાસા, ટિમોન, પુમ્બાનો રોમાંચ જોવા મળી રહ્યો છે. ધ લાયન કિંગ ભારતમાં 2140 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ 4 ભાષા ઈંગ્લિશ, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં શાહરૂખ ખાને મુફાસા અને આર્યન ખાને સિમ્બાને અવાજ આપ્યો છે.

box office bollywood gossips gujarati mid-day