આવી ગયું છે ગુજરાતી લાયન કિંગઃ હવે 'સિમ્બેસ' સંભાળશે ફેમિલી બિઝનેસ...

Updated: 20th July, 2019 10:31 IST | મુંબઈ

ડિઝનીની ઑલ ટાઈમ ફેવરિટ ફિલ્મ ધ લાયન કિંગ રીલિઝ થઈ ગઈ છે. અને હવે તેનું ગુજરાતી વર્ઝન પણ આવી ગયું છે.

લાયન કિંગ હવે ગુજરાતીમાં...
લાયન કિંગ હવે ગુજરાતીમાં...

આવી ગયું છે ગુજરાતી લાયન કિંગ...ગીરના જંગલો પર હવે રાજ કરશે લાયન કિંગ 'સિમ્બેસ'...ચોંકી ગયા ને! આ છે ધ લાયન કિંગનું ગુજરાતી વર્ઝન.જે સ્કૂર વ્હૂપે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે. ધ લાયન કિંગના ટ્રેલરને ગુજરાતીમાં વોઈસ ઑવર કરવામાં આવ્યો છે. જે ખૂબ જ મજેદાર છે. જુઓ તમે પણ...

 
 
 
View this post on Instagram

prem che ♥️

A post shared by ScoopWhoop (@scoopwhoop) onJul 19, 2019 at 8:45am PDT


ગુજરાતી લાયન કિંગમાં ગીતા રબારીનું રોણા શેરમાં ગીત છે તો વચ્ચે ગરબા પણ છે. સાથે ટીપિકલ ગુજરાતી ઉચ્ચારણો તો ખરા જ. ખરેખર આ ગુજરાતી લાયન કિંગ મજા કરાવી દે તેવું છે. સોશિયલ મીડિયા પર રીલિઝ કરવામાં આવેલા આ સ્પૂફને લોકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

ડિઝનીની ધ લાયન કિંગ 19 જુલાઈએ રીલિઝ થઈ. જેના હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાન અને આર્યન ખાને અવાજ આપ્યો છે. લાયન કિંગ પહેલી વાર 1994માં રિલીઝ થઈ હતી. તેની રિલીઝને 25 વર્ષ પૂર્ણ થવાના મોકા પર ફરીથી ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ

ફિલ્મને Jon Favreauએ નિર્દેશિત કરી છે અને વૉલ્ટ ડિઝનીએ આ ફિલ્મનું પ્રોડક્શન કર્યું છે. તેના ઓરિજનલ વર્ઝનમાં Donald Glover, Seth Rogen, Chiwetel Ejiofor, Alfre Woodard, Billy Eichner, John Kani, John Oliver, Beyoncé Knowles-Carter જેવા કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે.

First Published: 20th July, 2019 10:24 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK