તૈમૂરે મોમ કરીના કપૂર ખાન સાથે કર્યું ટ્વિનિંગ, બંને લાગે છે ક્યુટ

18 February, 2019 11:36 AM IST  | 

તૈમૂરે મોમ કરીના કપૂર ખાન સાથે કર્યું ટ્વિનિંગ, બંને લાગે છે ક્યુટ

તૈમૂરે મોમ કરીના સાથે કર્યું ટ્વિનિંગ


કરીના કપૂરના ફેન પેજ પર ખાન પરિવાર - કરીના, સૈફ અને તૈમૂર - નો ખૂબ સુંદર ફોટો શેર કરવામાં આવ્યો છે. આ ફોટામાં તેઓ સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતા જોવા મળે છે. એનાથી પણ વધુ સ્વીટ વાત એ છે કે કરીના અને તૈમૂરે એકદમ મેચિંગ ટી-શર્ટ્સ પહેરી છે.

આ ફોટો એકદમ ક્યુટેસ્ટ છે. મા અને દીકરાએ નેવી બ્લૂ કલરના એકસરખા ટી-શર્ટ્સ પહેર્યા છે જેના પર અમેરિકાનો ફ્લેગ જોવા મળે છે, જ્યારે સૈફ કમ્ફર્ટેબલ કુરતા પાયજામા ઉપર બ્લૂ કલરનો રોબ વીંટાળેલો જોવા મળે છે. સૈફ તૈમૂરની પાસે ઊભેલા ડોગીને રમાડી રહ્યો છે અને નાનકડો તૈમૂર પોતાના હાથ સામે જોઈ રહ્યો છે.

ત્રણેય ખાન અને તેમનું ડોગી એકદમ સુંદર ફેમિલિ પિક્ચર બનાવે છે અને આ ફોટો ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પરિવારના ઘણા ફેન્સે ફોટા પર, 'Beautiful family goals!', 'Tim Tim u made my day' અને 'God bless you and your familly' જેવી કમેન્ટ્સ કરી છે.

 

આ પહેલીવાર નથી જ્યારે તૈમૂર, કરીના અને સૈફનો આવો સ્વીટ ફેમિલિ ફોટો બહાર આવ્યો હોય. આ પહેલા પણ તેમની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર શેર થઈ ચૂકી છે. પોતાની પાસે ઊભેલા ડોગીને લઈને તૈમૂર એકદમ કમ્ફર્ટેબલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તૈમૂર ઘોડેસવારી કરતો પણ ઘણીવાર જોવા મળ્યો છે જે દર્શાવે છે કે તૈમૂર મોટાભાગે પ્રાણીઓ સાથે ઘણો કમ્ફર્ટેબલ હોય છે.

taimur ali khan kareena kapoor saif ali khan bollywood