TATનું પરિણામ જાહેર, ગુજરાતી માધ્યમમાં 62.32 ટકા પરિણામ

16 May, 2019 03:56 PM IST  |  ગાંધીનગર

TATનું પરિણામ જાહેર, ગુજરાતી માધ્યમમાં 62.32 ટકા પરિણામ

શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ TATનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ગુજરાતી માધ્યમમાં TATનું 62.32 ટકા પરિણામ આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડે તમામ વિષયોને આવરી લેતું પરિણામ ગુરુવારે જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે TATની પરીક્ષામાં 1,86,742 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1,20,862 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 65,876 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. પરીક્ષાનું કુલ પરિણામ 62.32% જાહેર કરવામાં આવ્યું છે.


ગુજરાતી માધ્યમના તમામ વિષયનું પરિણામ તથા OMR સહિતની ફાઇનલ એન્સર કી જાણવા માટે તમે આ વેબસાઈટ્સ પર લોગ ઈન કરી શકો છો.

http://tatresult.sebgujarat.com/result_tats.aspx
http://gujarat-education.gov.in/seb/

આ પણ વાંચોઃ 21 મેએ આવશે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ, સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 27 જાન્યુઆરીના દિવસે આ પરીક્ષા યોજાઈ હતી. થોડા સમય પૂર્વે પરિણામ જાહેર ના કરવા બદલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, ચૂંટણી આચારસંહિતાને લઈને બોર્ડ પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હોવાની સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી હતી.

gujarat news gandhinagar