Sye Raa Narasimha Reddy Trailer:ધમાકેદાર છે ચિરંજીવીનું કમબેક

18 September, 2019 06:46 PM IST  |  મુંબઈ

Sye Raa Narasimha Reddy Trailer:ધમાકેદાર છે ચિરંજીવીનું કમબેક

અમિતાભ બચ્ચન અને ચિરંજીવીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સેરા નરસિમ્હ રેડ્ડીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. ટ્રેલર શરૂ થતા જ અમિતાભ બચ્ચનના પાત્રનો ચહેરો સ્ક્રીન પર દેખાય છે અને બાદમાં ભારત માતા કી જયના નારા સંભળાય છે. ટ્રેલરમાં અમિતાભ બચ્ચનના વોઈસ ઓવરમાં નરસિમ્હા રેડ્ડીની સ્ટોરી કહેવાઈ છે. આ ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ફિલ્મ સેરા નરસિમ્હા રેડ્ડીની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ચિરંજીવી અને બિગ બીના ફેન્સ ટ્રેલર જોઈને ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ વાઈરલ થયું છે. ફેન્સને ટ્રેલર એટલું ગમી રહ્યું છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. આ ફિલ્મને સુરેન્દર રેડ્ડીએ ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને પ્રોડ્યુસ દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા અને ચિરંજીવીના પુત્ર રામ ચરણે કરી છે.

અહીં જુઓ ટ્રેલર

ટ્રેલરની શરૂઆતમાં અમિતાભ બચ્ચનનો ચહેરો સામે આવે છે. બાદમાં અંગ્રેજોના માથા વાઢતા ઘોડા પર સવાર ચિતંજીવીનું પાત્ર આવીને નીકળી જાય છે. ફરી ભારત માતા કી જયના નારા સંભળાય છે. જે બાદ તમન્ના ભાટિયા, યુદ્ધના સીન અને ચિરંજીવીના પાત્રના હુમલામાં અંગ્રેજો ઉડતા દેખાય છે. બાદમાં ટ્રેલરમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડી વિશે વાત કહેતા સંભળાય છે. અને આ દરમિયાન ચિરંજીવી જેલમાંથી નીકળતા દેખાય છે.

ટ્રેલરના સીન શાનદાર દેખાઈ રહ્યા છે. તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જબરજસ્ત છે. દેશભક્તિના જોશથી ભરેલા ટ્રેલરને જોઈ હવે ફિલ્મ વિશે ઉત્સુક્તા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી સાથે પહેલીવાર ફિલ્મમાં કામ કરી રહ્યા છે. મેકર્સના કહેવા પ્રમાણે ફિલ્મની સ્ટોરી 18મી સદીની છે. જ્યારે અખંડ ભારતના પહેલા બળવાખોર અને વીર યોદ્ધા ઉયાલ્લવાડા નરસિમ્હા રેડ્ડીએ અંગ્રેજોને ત્રાહિમામ કરી મૂક્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે 1857ની ક્રાંતિના દસ વર્ષ પહેલા નરસિમ્હા રેડ્ડીએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા.

આ પણ વાંચોઃ સની દેઓલના આ કેન્ડીડ ફોટો તમને યાદ કરાવશે 90sનો જમાનો

મલ્ટીસ્ટારર ફિલ્મમાં અમિતાભ બચ્ચન ગુરુ કોસાઈ વેકન્નાનો રોલ કરી રહ્યા છે. જ્યારે ચિરંજીવી ઉયાલ્લવાડા નરસિમ્હા રેડ્ડીનો રોલ કરી રહ્યા છે. સુદીપ કિચ્ચા અવુકૂ રાજૂ અને નયનતારા સિદ્ધામ્મા, તમન્ના ભાટિયા પણ દેખાશે. આ ઉપરાંત ફિલ્મમાં વિજય સેતુપતિ, જગપતિ બાબૂ, અનુષ્કા શેટ્ટી સહિતના દિગ્ગજો ફિલ્મમાં દેખાશે.

amitabh bachchan chiranjeevi ram charan bollywood entertaintment