બ્રિટિશ સરકાર સામે જંગમાં ચિરંજીવીના મેન્ટોર બન્યા અમિતાભ બચ્ચન

20 August, 2019 07:13 PM IST  |  મુંબઈ

બ્રિટિશ સરકાર સામે જંગમાં ચિરંજીવીના મેન્ટોર બન્યા અમિતાભ બચ્ચન

ચિરંજીવી અને અમિતાભ બચ્ચન

તેલુગુ ફિલ્મ સાઈ રા નરસિમ્હા રેડ્ડીનું હિંદીની ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી લીડ રોલમાં છે, જ્યારે ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે.

સાઈ રા નરસિમ્હા રેડ્ડી આ જ નામના એક યોદ્ધાની સ્ટોરી છે, જે અંગ્રેજ સરકાર સામે જંગ લડે છે. ટીઝરમાં બતાવાયું છે કે નરસિમ્હા રાવ રેડ્ડીએ રાણી લક્ષ્મીબાઈ કરતા પહેલા અંગ્રેજો સામે જંગ છેડી હતી. આ ફિલ્મની સ્ટોરી 1857માં થયેલા પહેલા બળવાના સમય કરતા પણ 30 વર્ષ પહેલાની છે, જે ફ્રીડમ ફાઈટર ઉય્યલવડા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે. ફિલ્મનું ટીઝર એક્શન અને ઈમોશનથી ભરપૂર છે. ચિરંજીવી જોદરાર એક્શન સિક્વન્સ કરતા દેખાઈ રહ્યા છે. તો અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં નરસિમ્હા રેડ્ડીના ગુરુના રોલમાં દેખાશે. ફિલ્મને ચિરિંજીવીના પુત્ર રામ ચરને પ્રોડ્યુસ કરી છે, જ્યારે સુરેન્દર રેડ્ડી તેને ડિરેક્ટ કરી રહ્યા છે.

આ ફિલ્મના હિન્દી વર્ઝનને ફરહાન અખ્તરની કંપની પ્રેઝન્ટ કરી રહી છે. સાઈ રા નરસિમ્હા રેડ્ડી 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ એક મહત્વાકંક્ષી ફિલ્મ છે. મનાઈ રહ્યું છે કે રાજામૌલીની બાહુબલી સિરીઝની જેમ જ નરસિમ્હા રેડ્ડી પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે.

આ પણ વાંચોઃ Urvashi Solanki:જુઓ 'વિજયપથ'ની ગુજરાતી ગોરીનો કામણગારો અંદાજ 

ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે. આ ફિલ્મમાં યુદ્ધના ઘણા દ્રશ્યો દર્શાવાયા છે, જેના પર ખૂબ જ ખર્ચો કરાયો છે. આ ફિલ્મનું ટીઝર તેલુગુ અને હિન્દી ઉપરાંત તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થયું છે. ફિલ્મમાં ચિરંજીવી અને અમિતાભ ઉપરાંત સુદીપ, રવિ કિશન, નયનતારા અને તમન્ના મુખ્ય પાત્રોમાં છે.

amitabh bachchan chiranjeevi bollywood entertaintment