મોટી ફિલ્મોની સફળતાએ નાની ફિલ્મો કરવાની હિંમત આપી છે : સોનાક્ષી સિંહા

16 December, 2019 12:26 PM IST  |  Mumbai

મોટી ફિલ્મોની સફળતાએ નાની ફિલ્મો કરવાની હિંમત આપી છે : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાનું માનવું છે કે મોટી ફિલ્મોને મળેલી સફળતાને કારણે જ નાની ફિલ્મો કરવાની તેને હિંમત મળે છે. તેણે સલમાન ખાનની ‘દબંગ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ વર્ષે આવેલી ‘ખાનદાની શફાખાના’માં પણ તેણે અગત્યનો રોલ કર્યો હતો. ફિલ્મો વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મેં જે પણ મોટી ફિલ્મો કરી અને એને મળેલી સફળતાને કારણે મને નાની ફિલ્મો કરવાની હિંમત મળી છે. સાથે જ એની જવાબદારી પણ મેં ઉઠાવી છે. આ મોટી ફિલ્મોને કારણે જ મારી ફિલ્મો જોનારા દર્શકો મને મળ્યા છે. આ જ કારણ છે કે એ ફિલ્મો કરવાનું મેં રિસ્ક ઉઠાવ્યું છે.’

‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં પણ સોનાક્ષી જોવા મળવાની છે. આ ફિલ્મ ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘આ ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ છે. આ મારી પહેલી બાયોપિક રહેવાની છે. હું એક અદ્ભુત મહિલા સુંદરબેન જેઠવા માધારપરિયાનું પાત્ર ભજવવાની છું.

આ પણ વાંચો : દરેક પ્રકારનાં પાત્રો ભજવીને નવું કરવા માગે છે સંજય દત્ત

તે પોતાના ગામની લગભગ ૩૦૦ મહિલાઓને એકઠી કરીને એક રાતમાં રન-વે બનાવે છે જેથી કરીને ઇન્ડિયન પ્લૅનને ભુજમાં ઊતરવા માટેનું સ્થાન મળી શકે. આ અસાધારણ સ્ટોરી છે. હું ખુશ છું કે મને સ્ક્રીન પર આ સ્ટ્રૉન્ગ મહિલાનું પાત્ર ભજવવાની તક મળી છે.’

bollywood news sonakshi sinha