સ્ટ્રીટ ડાન્સર 3ડીનું નવું ગીત થયું રિલીઝ, વરુણ - શ્રદ્ધાએ કર્યો ડાન્સ

04 January, 2020 07:18 PM IST  |  Mumbai Desk

સ્ટ્રીટ ડાન્સર 3ડીનું નવું ગીત થયું રિલીઝ, વરુણ - શ્રદ્ધાએ કર્યો ડાન્સ

ફિલ્મ અભિનેતા વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે એકવાર ફરી સાબિત કરી દીધું છે કે તે અત્યાર સુધીના સૌથી સારા ડાન્સર છે. બન્ને ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં દેખાશે. બન્નેની ફિલ્મનું નવું ગીત ઇલલીગલ વેપન 2.0 રિલીઝ કરી દેવામાં આવી છે. આમાં બન્ને શાનદાર અંદાજમાં ડાન્સ કરતાં જોઈ શકો છો. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની સ્ટ્રીટ ડાન્સર 3ડીના ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવી.

હવે ઇલલીગલ વેપન 2.0 નામના એક ગીતને રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને આ ગીતે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધો છે. આ ગીતને જેસ્મીન સેન્ડલ્સ અને ગૈરી સંધૂએ ગાયું છે. ગીતમાં વરુણ અને શ્રદ્ધા ડાન્સ ફેસ-ઑફમાં છે અને બન્ને શાનદાર ડાન્સ કરતાં દેખાય છે. આ ગીતને ઇલલીગલ વેપન 2.0 કહેવામાં આવ્યું છે, આમાં શ્રદ્ધા પોતાની ટીમના ડાન્સર વરુણ ધવન અને તેના ગિરોહની ચેલેન્જ આપતી દેખાય છે. બન્ને શાનદાર ડાન્સર છે.

આ બન્ને સિવાય ગીતમાં પુનીત પાઠક, સલમાન યૂસુફ ખાન, ધર્મેશ જેવા કેટલાય સારા ડાન્સર્સ છે. નોરા ફતેહી પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. 2.27 મિનિટના લાંબા ગીતને જેસ્મિન સેન્ડલસ અને ગૈરી સંધૂએ ગાયું ચે અને મ્યૂઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે. ડાન્સ પર આધારિત ફિલ્મો હંમેશા પસંદ કરવામાં આવે છે અને આ ડાન્સ ગુરુ રેમો ડિસૂઝાની ફિલ્મ છે.