Simi Gareval ફરી શરૂ કરશે ચૅટ શૉ, દીપિકા-રણવીર ખોલશે રહસ્ય

17 July, 2019 03:28 PM IST  |  મુંબઈ

Simi Gareval ફરી શરૂ કરશે ચૅટ શૉ, દીપિકા-રણવીર ખોલશે રહસ્ય

બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને તેમની પત્ની દીપિકા પાદુકોણે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેવરિટ કપલ છે. બંનેને સાથે જોવા ફેન્સ તલપાપડ થતા હોય છે, એમાંય હવે જ્યારે બંને લગ્ન કરી ચૂક્યા છે, ત્યારે ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે બંને સાથે ક્યારે ઈન્ટરવ્યુ આપે અને એકબીજા અંગેની વાતો ફેન્સને જાણવા મળી શકે.

જો તમે પણ દીપિકા અને રણવીરને સાથે જોવા માગતા હો તો તમારે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નથી. તાજેતરમાં જ એક્ટ્રેસ સિમી ગરેવાલે કન્ફર્મ કર્યું છે કે તેમનો ચેટ શો ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં પહેલા ગેસ્ટ તરીકે દીપિકા અને રણવીર તેમના પહેલા ગેસ્ટ હશે.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સિમીએ કહ્યું કે,'એપિસોડ શૂટ થયા ત્યાં સુધી મેં નામનો ખુલાસો નહોતો કર્યો, પરંતુ હવે હું જાહેર કરી રહી છું કે દીપિકા અને રણવીરે વાયદો કર્યો હતો કે આ શોનો પહેલો ઈન્ટરવ્યુ તે બંને જ આપશે.' સાથે જ સિમી ગ્રેવાલે કહ્યું કે શોમાં અન્ય કેટલાક નવા સ્ટાર્સ પણ દેખાશે.

સિમીએ શોના ફોર્મેટ અંગે કહ્યું,'હું શોનું ફોર્મેટ કેમ બદલું ? ગોસિપ અને ગેમ્સ સામેલ કરવા માટે ? લોકો ગેમનો સહારો એટલે લે છે કારણ કે તેઓ વાત નથી કરી શક્તા. આ એક સહેલી રીત છે, એમાં રિસર્ચની જરૂર નથી પડતી. પરંતુ Rendezvous એ કોઈ વ્યક્તિને જાણવા માટે છે. મને વ્યુઅર્સના ઘણા મેસેજ આવે છે, જેમાં તેઓ કહે છે કે તેઓ ટોપ શોના હાલના ફોર્મેટથી પરેશાન છે.'

આ પણ વાંચોઃ Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

દીપિકાના વર્ક ફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં જ તેમણે ફિલ્મ છપાકનું શૂટિંગ પુરુ કર્યું છે, જેમાં તેઓ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલનો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. જે 10 જાન્યુઆરી 2020માં રિલીઝ થશે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ 83માં રણવીરસિંહ સાથે દેખાશે. રણવીરસિંહ પણ 83 ઉપરાંત કરણ જોહરની તખ્તમાં કામ કરી રહ્યા છે. જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ, કરીના કપૂર, જાન્હવી કપૂર, અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર દેખાશે.

simi garewal deepika padukone ranveer singh bollywood