આગામી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર બનશે પાકિસ્તાની ડાન્સર !

23 January, 2019 02:39 PM IST  | 

આગામી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર બનશે પાકિસ્તાની ડાન્સર !

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ABCD 3માં પાકિસ્તાની ડાન્સરના રોલમાં જોવા મળશે. શ્રદ્ધાની ફિલ્મી કરિયરમાં પહેલીવાર એવુ થશે કે પાકિસ્તાની નાગરિકના રૂપમાં એક ડાન્સરનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની સામે વરૂણ ધવન દેખાશે. વરૂણ ધવન ફિલ્મમાં એક ભારતીય ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે, એટલે વરૂણ અને શ્રદ્ધાને આ ફિલ્મમાં એક-બીજાથી મુકાબલો કરતા જોવાનું ઘણું રસપ્રદ રહેશે.

વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર પોતાની છેલ્લી સુપરહિટ ફિલ્મ 'ABCD 2' બાદ આ ફિલ્મમાં એક વાર ફરી એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા નજર આવશે. ફિલ્મમાં જ્યારથી શ્રદ્ધા કપૂરને કાસ્ટ કરવામાં આવી છે, ચાહકો ખૂબ ઉત્સાહિત છે.

ફિલ્મ સ્ત્રીની સફળતા બાદ શ્રદ્ધાની આગામી ફિલ્મો સાહો, છિછોરે, સાઈના અને એબીસીડીની આગામી સપ્તાહ 2019માં રિલીઝ થવા માટે તૈયાર છે, જેમાં શ્રદ્ધા વિવિધ પાત્રો સાથે પોતાના ચાહકોનો મનોરંજન કરતી નજર આવશે.

આ પણ વાંચો: મને નિષ્ફળ જોવા માટે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે : કંગના રનોટ

ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મ હૈદરમાં શ્રદ્ધા કપૂર કાશ્મીરી યુવતી બની ચૂક્યા છે, આ ફિલ્મમાં અભિનય માટે તેમની ખૂબ જ પ્રશંસા થઈ હતી.

shraddha kapoor varun dhawan bollywood news