ઈન્ટાગ્રામ પર પ્રભાસની એન્ટ્રી પર શ્રદ્ધા કપૂરે વખાણ સાથે કર્યું સ્વાગત

27 April, 2019 03:49 PM IST  | 

ઈન્ટાગ્રામ પર પ્રભાસની એન્ટ્રી પર શ્રદ્ધા કપૂરે વખાણ સાથે કર્યું સ્વાગત

ફાઈલ ફોટો

બાહુબલી સીરિઝથી દેશના ઘર-ઘર પહોચેલા તેલુગુ સુપર સ્ટાર પ્રભાસે કેટલાક દિવસથી ઈન્ટાગ્રામ પર એન્ટ્રી મારી છે. માત્ર 10 દિવસની અંદર પ્રભાસને 1.2 મિલિયન એટલે કે 12 લાખ જેટલા લોકો ફોલો કરી રહી રહ્યાં છે જે એક રેકોર્ડ છે. સાહોમાં પ્રભાસની કો-એક્ટર શ્રદ્ધાએ ઈન્ટાગ્રામ પર આ બાહુબલીનું સ્વાગત કર્યું છે.

શ્રદ્ધા પ્રભાસ સાથે સાહોમાં ફીમેલ લીડ રોલમાં છે. શ્રદ્ધા કપૂરે પ્રભાસનુ ઈસ્ટાગ્રામ પર સ્વાગત કરતા તેના વખાણ કર્યા હતા. શ્રદ્ધા કપૂરે પ્રભાસને ઈન્ટાગ્રામ પર ટેગ કરતા લખ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ પર તમારુ સ્વાગત છે.' આ સાથે શ્રદ્ધાએ સારી વ્યક્તિ ગણાવી હતી . પ્રભાસની બાહુબલી 2- ધ કન્કલૂઝનને 28 એપ્રિલે 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે જેણે બોક્સ ઓફિસ કલેક્શનમાં ધૂમ મચાવી હતી. જેને યાદ કરતા શ્રદ્ધાએ આ પોસ્ટ મુકી હતી શ્રદ્ધા-પ્રભાસની સાહો આ વર્ષે રિલીઝ થવાની છે. બાહુબલી 2 પછી ફરી એકવાર પ્રભાસ મેગા મૂવી સાથે આવી રહ્યા છે.

આ પણ વાંચો: video : અજય દેવગનના ખતરનાક સ્ટંટની નકલ કરે છે આ પોપટ

બાહુબલી સીરિઝ પછી તેલુગુ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસનું નામ દેશના એ ખુણાઓમાં પહોચ્યું છે જ્યા તેલુગુ સિનેમાનું નામ પણ ન હોય. પ્રભાસે ઈન્ટાગ્રામ પર એન્ટ્રી સાથે જ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. હાલ ઈન્ટાગ્રામ પર પ્રભાસના 12 લાખથી વધુ ફોલોવર્સ છે જે દિવસે દિવસે વધી રહ્યા છે.

prabhas shraddha kapoor bollywood news