પાણીની સમસ્યાનો સ્પીચમાં સમાવેશ કરવા PM મોદીનો આભાર માન્યો શેખર કપૂરે

17 August, 2019 10:41 AM IST  | 

પાણીની સમસ્યાનો સ્પીચમાં સમાવેશ કરવા PM મોદીનો આભાર માન્યો શેખર કપૂરે

સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો એ બદલ ફિલ્મ મેકર શેખર કપૂરે તેમનો આભાર માન્યો છે. પાણીની અછત એ હાલનાં સમયમાં વિકરાળ સમસ્યા બની છે. ૧૫મી ઑગસ્ટની એ સ્પીચને શેખર કપૂરે ટ્‍‍વિટર પર શૅર કરી હતી.

લોકોને પાણીને લઈને કેવા પ્રકારની સમસ્યા ઉઠાવવી પડે છે એ અંગે એ વિડિયોમાં વડાપ્રધાન લોકોને અવગત કરાવી રહ્યાં છે. સાથે જ આવનારા સમયમાં પાણીનાં જતન માટે શું યોજનાઓ અમલમાં મુકવામાં આવશે એ સંદર્ભે પણ તેમણે જણાવ્યું હતું. આ વિડિયોને ટ્‍‍વિટર પર શૅર કરીને શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે પાણીની અગત્યતાને તમારી સ્પીચમાં ઉમેરવા બદલ અને સૌને સાથે મળીને એ પાણીની સમસ્યાનો કેવી રીતે ઉકેલ કાઢવો એનાં પર પ્રકાશ પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારો આભાર.

આ પણ વાંચો: આશા રાખું છું કે ‘મિશન મંગલ’ને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે:શર્મન જોષી

સાથે જ પાણીનું જતન કરવાનો સંદેશ આપતાં ટ્‍‍વિટર પર શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘તમારા નળમાંથી જે પાણી ટપકે છે એ માત્ર તમારું જ નથી. એ પાણી પર તો સૌનો અધિકાર છે. તમે જ્યારે એ પાણીને વેસ્ટ કરો છો, ત્યારે અન્ય લોકો એ પાણીથી વંચિત રહી જાય છે. જળ એ જીવન છે. પાણીને અગત્યનાં મુદ્દા તરીકે રજુ કરવા માટે થૅન્ક યુ નરેન્દ્ર મોદી.’

shekhar kapur gujarati mid-day