હાઉસફુલ 4 એક્સપ્રેસ જર્નીની શરૂઆત

17 October, 2019 12:34 PM IST  |  મુંબઈ

હાઉસફુલ 4 એક્સપ્રેસ જર્નીની શરૂઆત

‘હાઉસફુલ 4' સ્ટાર કાસ્ટ

ઇન્ડિયન રેલવેએ ‘હાઉસફુલ 4 એક્સપ્રેસ’ જર્નીની શરૂઆત કરી છે. આ ટ્રેન મુંબઈથી દિલ્હી વચ્ચે દોડાવવામાં આવશે. ‘પ્રમોશન ઑન વ્હીલ્સ’ના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી આ ટ્રેનમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, ક્રિતી સૅનન, પૂજા હેગડે, ક્રિતી ખરબંદા અને ચંકી પાન્ડેએ યાત્રા કરી હતી. આ જર્નીનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘અમારી ‘હાઉસફુલ 4 એક્સ્પ્રેસ’ જર્નીની શરૂઆત થતાં આ હાઉસફુલ સ્માઇલ છે.’

આ પણ વાંચો : માત્ર પપ્પીજીના નામેથી લોકો ઓળખતા હોવાથી કંટાળી ગયો છે દીપક ડોબરિયાલ

૨૫ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મ માટે શરૂ કરવામાં આવેલી આ નવી પહેલ પર ખુશી વ્યક્ત કરતાં ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ કહ્યું હતું કે ‘સરકાર અને ઇન્ડિયન રેલવેએ શરૂ કરેલી આ નવી પહેલને લઈને હું ખૂબ ખુશ છું. આનાથી ઇન્ડસ્ટ્રી માટે નવા માર્ગો શરૂ થશે. એનાથી ભારતીય સંસ્કૃતિ, કળા અને ઇતિહાસના વારસાને જા‍ળવી રાખવામાં પણ મદદ મળશે. આ નવા અનુભવ માટે પૂરી ટીમ ખૂબ ઉત્સાહિત છે.’

Housefull 4 akshay kumar riteish deshmukh bobby deol kriti kharbanda pooja hegde chunky pandey bollywood news