Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માત્ર પપ્પીજીના નામેથી લોકો ઓળખતા હોવાથી કંટાળી ગયો છે દીપક ડોબરિયાલ

માત્ર પપ્પીજીના નામેથી લોકો ઓળખતા હોવાથી કંટાળી ગયો છે દીપક ડોબરિયાલ

17 October, 2019 12:19 PM IST | મુંબઈ

માત્ર પપ્પીજીના નામેથી લોકો ઓળખતા હોવાથી કંટાળી ગયો છે દીપક ડોબરિયાલ

દીપક ડોબરિયાલ

દીપક ડોબરિયાલ


દીપક ડોબરિયાલનું કહેવું છે કે તેને માત્ર પપ્પીજીના નામે લોકો ઓળખે છે એનાથી તે પોતે કંટાળી ગયો છે. તેણે ‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં પપ્પીજીનું પાત્ર ભજવ્યું હતું. એથી લોકો તેને આ નામથી જ વધુ ઓળખે છે. આ નામ વિશે જણાવતાં દીપક ડોબરિયાલે કહ્યું હતું કે ‘મને એનાથી ખુશી મળે છે કે લોકોને મારા પપ્પીજીના પાત્રએ હસાવ્યા હતા. જોકે એ ફિલ્મને ઘણાં વર્ષો વીતી ગયાં છે. મારા માટે તો બધાં કૅરૅક્ટર્સ અગત્યનાં છે. જોકે મને જાણ છે કે દર્શકો એમ નથી માનતા.

આ પણ વાંચો : એકવીસમા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં સાંડ કી આંખનું થશે સ્ક્રીનિંગ



માત્ર એ એક જ રોલ મારી ઓળખ બનતા હું હવે કંટાળી ગયો છું. પપ્પીજીની જેમ જ મને મારા અન્ય પાત્રો પણ ખૂબ ગમે છે. એથી મારો હંમેશાં એ પ્રયાસ રહે છે કે હું મારા દર્શકોને કંઈક નવું અને ઇન્ટરેસ્ટિંગ પીરસું. જેને તેઓ પપ્પીજીની જેમ જ હંમેશાં માટે યાદ રાખે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 12:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK