રવીના અને મનીષના ઝઘડાને લઈને ૪૫ મિનિટ અટક્યું શૂટિંગ

16 September, 2019 01:24 PM IST  | 

રવીના અને મનીષના ઝઘડાને લઈને ૪૫ મિનિટ અટક્યું શૂટિંગ

રવીના ટંડન અને મનીષ પૉલને કારણે હાલમાં જ શોનું શૂટિંગ ૪૫ મિનિટ સુધી અટકાવવામાં આવ્યું હતું. સ્ટાર પ્લસ પર આવતા શો નચ બલિયે 9માં રવીના જજની ભૂમિકા ભજવી રહી છે તો મનીષ હોસ્ટનું પાત્ર ભજવી રહ્યો છે. રવીનાની હાલમાં જ શાંતનુ માહેશ્વરી સાથે તૂ-તા થઈ હતી. શાંતનુ બાદ રવીનાનો મનીષ સાથે ઝઘડો થયો હતો. એક સ્પર્ધક સતત ખરાબ પર્ફોર્મન્સ કરી રહ્યો હોવાથી રવીના તેને સલાહ આપી રહી હતી.થયું એવું હતું કે રવીનાને ઇન્ટરકૉમ પર સ્પર્ધકને સલાહ આપવાનું કહેવામાં આવ્યું હતું.

રવીના જ્યારે સલાહ આપી રહી હતી ત્યારે મનીષ તેના ચહેરા દ્વારા વિચિત્ર હાવભાવ બનાવી રહ્યો હતો. મનીષને પણ ઇન્ટરકૉમ દ્વારા ચહેરાના હાવભાવ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે મનીષનો ચહેરો બનાવવાથી રવીનાને ગુસ્સો આવ્યો હતો. રવીનાએ મનીષને કહ્યું હતું કે તે જ્યારે વાતચીત કરતી હોય ત્યારે આવા હાવભાવ ન બનાવે. તેમની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જોકે મનીષે કહી દીધું હતું કે તે પોતાનું કામ કરી રહ્યો છે અને એ તેને કરવા દે.

આ પણ વાંચો: ધ વર્ડિક્ટમાં અલગ અવતારમાં જોવા મળશે સુમીત વ્યાસ

મનીષના આ જવાબથી રવીના એકદમ ગુસ્સે થઈ ગઈ હતી અને શો છોડીને તેની વૅનિટી વૅનમાં જતી રહી હતી. મનીષ પણ પોતાની વૅ‌િન‌ટી વૅનમાં જતો રહ્યો હતો. જોકે તેઓ બહાર ન આવી રહ્યાં હોવાથી પ્રોડક્શન-હાઉસ વચ્ચે આવ્યું હતું અને ૪૫ મિનિટ બાદ શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

raveena tandon manish paul gujarati mid-day