'છપાક' જોઇને ભાવુક થયો રણવીર સિંહ, પત્ની દીપિકા માટે લખી ખાસ નોટ

10 January, 2020 05:00 PM IST  |  Mumbai Desk

'છપાક' જોઇને ભાવુક થયો રણવીર સિંહ, પત્ની દીપિકા માટે લખી ખાસ નોટ

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ આજે દીપિકાની ફિલ્મ 'છપાક' રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને સતત વિવાદો ઊભા થઈ રહ્યા છે. 'છપાક' દિલ્હીની રહેવાસી એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી પર બનાવવામાં આવી છે. બુધવારે મુંબઇમાં છપાકની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી જ્યાં અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. ફિલ્મ જોયા પછી સેલિબ્રિટીઝે ફિલ્મના ઘણાં વખાણ કર્યા છે. તો હવે દીપિકાની ફિલ્મને લઈને પતિ અને એક્ટર રણવીર સિંહનું રિએક્શન પણ આવી ગયું છે. તેણે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ નોટ શૅર કરીને પોતાની વાત કહી છે.

રણવીર સિંહે દીપિકાના વખાણ કરતાં એક સ્પેશિય નોટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ નોટ રણવીરે લખ્યું, 'મેઘના તારી ફિલ્મ લોકોને આશા અને હિંમક આપે છે. આ તમને ફિલ્મ દ્વારા લોકોને માનવતાનો સૌથી સારો અને સૌથી ખરાબ ભાગ બતાવે છે. આ એક એવા વિષય પર છે જેના વિશે અમે ફક્ત સાંભળ્યું છે પણ ક્યારેય સંપૂર્ણપણે સમજ્યા નથી. આ તમને એસિડ અટેકના ખૂબ જ દર્દનાક ભાગમાં લઈ જાય છે. આ સ્ટોરી તમને અંતરથી હલાી દે છે પછી તમને હીરોની જેમ ઉપર લઈ જાય છે અને જ્યાં સુધી તમારા ઇમોશન્સ ન જાગી જાય. તલવાર, રાઝી અને હવે છપાકમાં આગળ શું કહી શકું છું બ્રાવો અને આવું ફરી કરજે...'

આ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

રણવીરે આ પોસ્ટમાં આગળ દીપિકાના વખાણ કરતાં લખ્યું, 'મેરી બેબી. મેં તને આ સ્પેશિયલ પાત્ર ભજવવા માટે પ્રયત્નો કરતાં જોયા છે. તું આ પ્રૉજેક્ટની પાછળ એક એન્જિન અને ફિલ્મની આત્મા છે. આ તારી અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ છે, આ ઇરાદા અને ઇમાનદારી સાથે કામ કરતી રહે. તે તારી પડકારાનો સામનો કર્યો અને સંઘર્ષથી આગળ નીકળી ગયા અને આજે તું અને તારી ટીમ આજના સમયની ફિલ્મોમાં સારા ક્રિએટરની જેમ ઊભા રહો. તારી પર્ફોર્મન્સ ખૂબ જ શાનદાર હતી. તેણે મને હલબલાવીને રાખી દીધું અને હંમેશા મારી સાથે રહેશે. તમારી હિંમત અને આલોચનાને આટલી સારી રીતે મળાવીને આ પાત્રને એટલી જ સારી રીતે ભજવ્યું છે કે હું તારો ફૅન થઈ ગયો છું. માલતી સાથે તે જે જીત હાંસલ કરી છે. તે ચોંકાવનારી છે અને દંગ કરી દે તેવી છે. તમે પર્ફોર્મન્સની લિસ્ટમાં કોઇ રત્નથી ઓછી નથી. આઇ લવ યૂ બેબી. મને તારા પર આટલો ગર્વ ક્યારેય નથી થયો. ફિલ્મ છપાકમાં દીપિકા પાદુકોણ સિવાય એક્ટર વિક્રાન્ત મેસી મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે મેઘના ગુલઝારે. જણાવીએ કે 'છપાક' મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે.'

bollywood bollywood news bollywood gossips deepika padukone ranveer singh meghna gulzar