દુખની વાત છે કે ભારતમાં કૉમન ભાષા શક્ય નથી : રજનીકાન્ત

19 September, 2019 11:48 AM IST  |  મુંબઈ

દુખની વાત છે કે ભારતમાં કૉમન ભાષા શક્ય નથી : રજનીકાન્ત

રજનીકાન્ત

રજનીકાન્તનું કહેવું છે કે એક દેશ તરીકે આગળ વધવા માટે દરેકની એક કૉમન ભાષા હોવી જરૂરી છે. ભારતમાં રાજયદીઠ અલગ-અલગ ભાષા છે અને એમાં પણ ગામઠી અને શહેરી ભાષા અલગ છે. યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહે હાલમાં જ ટ્વીટ કર્યું હતું કે હિન્દી ભાષાને દુનિયાભારમાં ઇન્ડિયાની ઓળખ બનાવવી જોઈએ. આ વિશે રજનીકાન્તે કહ્યું હતું કે ‘કોઈ પણ દેશના ડેવલપમેન્ટ, વિકાસ અને ઇન્ટિગ્રિટી માટે કૉમન ભાષા હોવી જરૂરી છે.

આ પણ વાંચો : ધ બિગ બુલ માટે અભિષેક બચ્ચનને શુભેચ્છા પાઠવી વિવેક ઑબેરૉયે

જોકે દુખની વાત છે કે ઇન્ડિયામાં એ શક્ય નથી. તાલિ નાડુ જ નહીં, પરંતુ સાઉથનું કોઈ પણ રાજ્ય હિન્દીને જબરદસ્તી લાદવામાં આવે એનો સ્વિકાર નહીં કરે.’

bollywood news rajinikanth