Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ બિગ બુલ માટે અભિષેક બચ્ચનને શુભેચ્છા પાઠવી વિવેક ઑબેરૉયે

ધ બિગ બુલ માટે અભિષેક બચ્ચનને શુભેચ્છા પાઠવી વિવેક ઑબેરૉયે

19 September, 2019 11:33 AM IST | મુંબઈ

ધ બિગ બુલ માટે અભિષેક બચ્ચનને શુભેચ્છા પાઠવી વિવેક ઑબેરૉયે

વિવેક ઑબેરૉય

વિવેક ઑબેરૉય


વિવેક ઑબેરૉયે હાલમાં જ અભિષેક બચ્ચનને તેની આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ માટે શુભેચ્છા પાઠવી છે. આ સાથે જ તેણે અજય દેવગન અને ડિરેક્ટર કૂકી ગુલાટીને પણ શુભેચ્છા પાઠવી હતી. લોકસભાના ઇલેક્શન વખતે ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને વિવેકે એક મીમ શૅર કર્યો હતો. આ મીમને લઈને ઘણી કન્ટ્રોવર્સી ઊભી થઈ હતી જેને કારણે વિવેકે એ ફોટો ડિલીટ કરી દીધો હતો.

abhishek



આ ઘટનાના થોડા મહિના બાદ વિવેક અને અભિષેક હાલમાં જ એકમેકને મળ્યાં હતાં. તેમની મુલાકાત બાદ અભિષેકની ‘ધ બિગ બુલ’ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મને અજય દેવગન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ વિશે વિવેકે ટ્વીટ કર્યું હતું કે ‘ટીમ ‘ધ બિગ બુલ’ને અભિનંદન.


આ પણ વાંચો : અનુપમ ખેરની મમ્મીની જન્મદિવસની શુભેચ્છાથી ભાવુક થયા નરેન્દ્ર મોદી

સુપર ટેલેન્ટેડ ટીમ કૂકી ગુલાટી, જુનિયર બચ્ચન, અજય દેવગન, આનંદ પંડિત, કુમાર મંગત અને ટીમના અન્ય દરેક સભ્યોને શુભેચ્છા. આશા રાખું છું કે તમારી ફિલ્મ અદ્ભુત રહે. ખૂબ જ પ્રેમ.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 11:33 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK