રાજકુમાર રાવને છોકરીના લુકમાં જોઈને આલિયા સાથે તેની સરખામણી લોકોએ કરી

03 January, 2020 05:11 PM IST  |  Mumbai Desk

રાજકુમાર રાવને છોકરીના લુકમાં જોઈને આલિયા સાથે તેની સરખામણી લોકોએ કરી

રાજકુમાર રાવે તેની આવનારી ‘લુડો’નો છોકરીવાળો લુક શૅર કરતાં લોકો તેને આલિયા ભટ્ટ સમજવા લાગ્યા હતા. ‘લુડો’ને અનુરાગ બાસુ બનાવશે. પોતાના આ નવા લુકને શૅર કરીને રાજકુમારે તેના ફૅન્સને ચોંકાવી દીધા છે. તેણે ઘાઘરા-ચોલી પહેર્યાં છે. વાળ ખુલ્લા, રેડ લિપસ્ટિક અને માથા પર બિંદી છે. આ ફોટો જોઈને મોટા ભાગના લોકો કમેન્ટ કરીને તેને આલિયા ભટ્ટ કહી રહ્યા હતા. ‘લુડો’ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, આદિત્ય રૉય કપૂર અને પંકજ ત્રિપાઠી અગત્યના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ચોવીસ એપ્રિલે રિલીઝ થશે.

rajkummar rao alia bhatt bollywood bollywood news bollywood gossips entertaintment