કાર્તિકના ગુસ્સાનો બદલો ચહેરા પર કૅક લગાવીને લીધો અનન્યાએ

12 September, 2019 09:39 AM IST  |  લખનઉ

કાર્તિકના ગુસ્સાનો બદલો ચહેરા પર કૅક લગાવીને લીધો અનન્યાએ

કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે

‘પતિ, પત્ની ઔર વો’નું લખનઉનું શેડ્યુલ પૂરુ થતાં જ એની રૅપ-અપ પાર્ટીમાં કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડેએ ચહેરા પર કૅક લગાવીને સેલિબ્રેશન કર્યું હતું. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેક છે. આ રીમેક ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ભૂમિ પેડણેકર આ ફિલ્મમાં કાર્તિકની વાઇફની ભૂમિકામાં જોવા મળશે. કાર્તિકનાં કૅરૅક્ટરનું નામ ફિલ્મમાં ચિન્ટુ ત્યાગી છે. શૂટિંગ દરમ્યાન તેમની વચ્ચે ઘણીવાર મસ્તીમાં તું-તું, મેં-મેં થતી જોવા મળી હતી. જોકે આ મીઠા ઝઘડાનો બદલો અનન્યાએ કૅક લગાવીને લીધો છે. આ રૅપ-અપ પાર્ટીનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘ચિન્ટુ ત્યાગી નટખટ બની ગયો છે. ‘પતિ, પત્ની ઔર વો’નું લખનઉનું શેડ્યુલ પૂરું થયું છે. પત્નીજી ભૂમિ પેડણેકર હંમેશાં ગાયબ રહે છે. થૅન્ક યુ લખનઉ.’

આ પણ વાંચો : હૃતિક ઍડિક્ટિવ અને ટાઇગરને તમે જેમ વાળો એમ વળી જાય છે: સિદ્ધાર્થ આનંદ

આ રૅપ-અપ પાર્ટીનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી કે ‘બદલો કદી પણ મીઠો નથી હોતો. પારંપરિક ભોજન અને ભરપૂર પ્રેમ આપવા માટે થૅન્ક યુ લખનઉ.’

kartik aaryan Ananya Panday bollywood news