હૃતિક ઍડિક્ટિવ અને ટાઇગરને તમે જેમ વાળો એમ વળી જાય છે: સિદ્ધાર્થ આનંદ

Published: Sep 11, 2019, 11:59 IST | મુંબઈ

‘વૉર’નાં ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ મુજબ હૃતિક રોશન એડિક્ટીવ અને ટાઇગર શ્રોફ માટી જેવો છે.

સિદ્ધાર્થ આનંદ, હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ
સિદ્ધાર્થ આનંદ, હૃતિક રોશન અને ટાઈગર શ્રોફ

‘વૉર’નાં ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ મુજબ હૃતિક રોશન એડિક્ટીવ અને ટાઇગર શ્રોફ માટી જેવો છે. ‘વૉર’ આ વર્ષે બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. હૃતિકનાં કામથી પ્રભાવિત થઈને તેની સાથે વિવિધ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘ખરું કહું તો હૃતિક મારા માટે એડિક્ટીવ છે. મેં ૨૦૧૨-૧૩માં જ્યારથી તેને ડિરેક્ટ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી હું કોઈ પણ સ્ટોરી તેના વગર કલ્પી પણ નથી શકતો. મારે તેની સાથે લવ સ્ટોરી, કોર્ટ રૂમ ડ્રામા, ઍક્શન ફિલ્મ અને એક સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવી છે. એવી તો અનેક ફિલ્મો છે જે હું તેની સાથે બનાવવા માગુ છું. એ ખૂબ જ દિલચસ્પ બાબત છે કે તે દરેક પાત્રમાં બંધ બેસે છે. તે આપણાં માટે પર્ફેક્ટ હિન્દી ફિલ્મનો હીરો છે. તે બધુ જ કરી શકે છે.’

સેટ પર હૃતિકનું વર્તન કેવુ હોય છે? આ સવાલનો જવાબ આપતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘હૃતિક પોતાનામાં જ એક અસિસ્ટન્ટ ડિરેક્ટર છે. તેનાં દિમાગમાં તે અડધો ડિરેક્ટર છે. તે દરેક દૃશ્યને અલગ રીતે ભજવવાની કલ્પના કરે છે. તેનામાં સારી બાબત એ છે કે તે પોતાની સલાહ તો આપે છે, પરંતુ સાથે જ ડિરેક્ટરને પણ રિસ્પેક્ટ આપે છે. હું પણ તેનાં અનુભવ, ફિલ્મોનાં જ્ઞાન અને તેનાં કૅરૅક્ટર્સને લઈને તેને માન આપુ છું. એક ડિરેક્ટર તરીકે હું તેની સલાહોને પણ માનું છું.’

આ પણ વાંચો : કૂલી નંબર 1માં કરિશ્મા કપૂરનાં પાત્રને ભજવતાં કોઈ સ્ટ્રેસ નથી લઈ રહી સારા

ટાઇગર શ્રોફ વિશે પોતાનાં વિચાર જણાવતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘ટાઇગર માટી જેવો છે. તમે તેને તમારી મરજી પ્રમાણે ઢાળી શકો છો. ખરાબ ડિરેક્ટરની સાથે કામ કરશે તો તે સ્ક્રીન પર ખરાબ પર્ફોર્મન્સ કરશે. જોકે ગ્રેટ ડિરેક્ટર સામે તે એક બેસ્ટ ઍક્ટર તરીકે કામ કરી શકે છે. તેને જો યોગ્ય માહિતી આપવામાં આવે તો તે અદ્ભુત છે. તેની સાથે કામ કરીને મને આ અનુભવ થયો છે. તે પોતાની જાતને પૂરી રીતે ડિરેક્ટરને સોંપી દે છે. એ તમારા પર પણ આધાર રાખે છે કે તમે તેને શેમાં ઢાળવા માગો છો. તે આપણાં દેશનાં જેટલા પણ બેસ્ટ ઍક્ટર્સ છે તેમનાં સમાન છે. તે સ્ક્રીન પર છવાઈ જાય છે. તમે સ્ક્રીન પર તેની હાજરી અનુભવી શકો છે. તેનાં જેવી ઍક્શન તો કોઈ ના કરી શકે અને ડાન્સ પણ અદ્ભુત કરે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK