નરેન્દ્ર મોદીનું પાત્ર મારી કરીઅરનું સૌથી મુશ્કેલ છે : પરેશ રાવલ

10 January, 2019 09:00 AM IST  | 

નરેન્દ્ર મોદીનું પાત્ર મારી કરીઅરનું સૌથી મુશ્કેલ છે : પરેશ રાવલ

પરેશ રાવલ

નરેન્દ્ર મોદીની બાયોપિકની હાલમાં જાહેરાત કરવામાં આવી છે જેમાં વિવેક ઑબૅરૉય તેમનું પાત્ર ભજવી રહ્યો છે. વિવેકનો લુક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. જોકે નરેન્દ્ર મોદીના જીવન પર પરેશ રાવલ પણ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મને તેઓ પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે પૂછતાં પરેશ રાવલે કહ્યું હતું કે ‘મારી કરીઅરનાં આજ સુધીનાં પાત્રોમાં આ રોલ ખૂબ જ મુશ્કેલ છે. સારાં પાત્રોની મને ખૂબ જ ભૂખ છે. મને ચૅલેન્જ પસંદ છે અને હું પાત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

આ પણ વાંચો : અમરીશ પુરી એક સારા ઍક્ટર હતા : જાવેદ અખ્તર

અમે આ વર્ષે જ ફિલ્મ પર શરૂઆત કરીશું. અમે ફિલ્મની સ્ક્રિપ્ટ અને બજેટ પર અટકી ગયા છીએ. હું આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છું. અમે સો ટકા આ ફિલ્મ બનાવીશું. હું મોદીજીનું પાત્ર ભજવી રહ્યો છું.’

paresh rawal narendra modi vivek oberoi bollywood news