ફરી આવે છે PM Narendra Modi, શંખ વગાડતી તસવીર વાયરલ

20 May, 2019 03:19 PM IST  | 

ફરી આવે છે PM Narendra Modi, શંખ વગાડતી તસવીર વાયરલ

નરેન્દ્ર મોદી બાયોપિક પોસ્ટર રિલીઝ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી હવે 24 મેના રિલીઝ થવા જઇ રહી છે. નોંધનીય છે કે 23 મેના લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે. બધાં જ એક્ઝિટ પોલ્સ આ બાબતના સંકેત આપે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં બહુમતીથી ચૂંટાઇને બીજીવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઇ રહ્યા છે. આ વાતને ધ્યાનમાં રાખીને અભિનેતા વિવેક ઓબેરોયની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના નવા પોસ્ટરને રિલીઝ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ પોસ્ટરમાં વિવેક ઓબેરોયને નરેન્દ્ર મોદીના અંદાજમાં દર્શાવવામાં આવ્યો છે અને પોસ્ટરમાં તે શંખ વગાડતો બતાવવામાં આવ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ફિલ્મનું દિગ્દર્શન ઉમંગ કુમારે કર્યું છે.

ફિલ્મના નિર્માતા સંદીપ સિંહ છે. આ ફિલ્મને લઇને પહેલેથી જ ઘણાં વિવાદો થઇ ચૂક્યા છે. આ ફિલ્મ ઘણીવાર સર્વોચ્ચ ન્યાયાલય અને ચૂંટણીપંચ સુધી રિલીઝ થવા માટે ભટકતી રહી. ત્યાર બાદ ચૂંટણીપંચે અંતિમ નિર્ણય આપતાં ફિલ્મની રિલીઝ લોકસભા ચૂંટણી થવા સુધી ટાળી દીધી હતી.

હવે આ ફિલ્મ 24 મેના ફાઇનલી રિલીઝ થવાની છે. જોવા જેવી બાબત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કમાલ બતાવી શકે છે, કારણકે હવે બન્નેની અગ્નિ પરીક્ષા છે. જણાવીએ કે પીએમ નરેન્દ્ર મોદી સૌથી પહેલા 5 એપ્રિલના રિલીઝ થવાની હતી, પણ પછીથી વિપક્ષી દળોએ ચૂંટણીને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મની રિલીઝ ટાળવાની માંગ કરી, જેના પછી પંચે નિર્માતાઓને નોટિસ મોકલી. મામલો ચૂંટણી પંચ પહોંચ્યા બાદ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ 11 એપ્રિલ કરી દીધી.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીની બાયોપિક હવે 24 મેએ રિલીઝ થશે

દરમિયાન નિર્માતા સુપ્રીમ કોર્ટ ગયા અને ફિલ્મની રિલીઝને લઇને અરજી દાખલ કરી. સુપ્રીમ કોર્ટે આ બાબતે કોઇપણ દખલ ન કરતાં નિર્ણય ચૂંટણી પંચને સોંપ્યો. ચૂંટણી પંચે આચાર સંહિતાને કેન્દ્રમાં રાખીને ફિલ્મની રિલીઝ રોકી દીધી. પીએમ નરેન્દ્ર મોદીને ઉમંગ કુમારે નિર્દેશિત કરી છે. ફિલ્મ પીએમના બાળપણથી લઈને 2014માં વડાપ્રધાન બનવા સુધીના સમયને આવરી લે છે.

narendra modi vivek oberoi bollywood bollywood news bollywood events bollywood gossips