PM Narendra Modi Box Office Collection: પહેલા દિવસે કરી આટલી કમાણી

25 May, 2019 04:12 PM IST  | 

PM Narendra Modi Box Office Collection: પહેલા દિવસે કરી આટલી કમાણી

પીએમ નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય જાગરણ)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનાવેલી ફિલ્મ આખરે 24મેના રિલીઝ થઇ. બૉક્સ ઑફિસ પર ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે, કારણ કે ફિલ્મ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા બાદ રિલીઝ થઇ છે. પહેલા દિવસે જ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીએ 2.88 કરોડની કમાણી કરી છે.

પીએમ નરેન્દ્ર મોદી પર બનાવેલી બાયોપિક 24 મે શુક્રવારે સિનેમાઘરોમાં આવી ચૂકી છે. વાત કરીએ ફિલ્મના બૉક્સ ઑફિસ કલેક્શનના પહેલા દિવસની તો ફિલ્મે 2.88 કરોડનો વેપાર કર્યો છે. આ ઓપનિંગનો આંકડો નાનો છે પણ વીકએન્ડમાં ફિલ્મ દ્વારા ઘણી સારી કમાણી કરે લેવાની આશા છે. ઓમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં વિવેક ઑબેરોયે પીએમ નરેન્દ્ર મોદીનું મહત્વનું પાત્ર ભજવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મને મોદી લહેરનો લાભ મળ્યો છે જેની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

જો કે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પહેલેથી જ ચર્ચાનો વિષય તો છે જ ફિલ્મને લઇને ઘણાં વિવાદો પણ થયા છે. તેની રિલીઝ ડેટ પણ ઘણી વાર બદલવામાં આવી. ફિલ્મ પહેલા 11 એપ્રિલના રિલીઝ થવાની હતી, પણ વિપક્ષના વિરોધને કારણે એ શક્ય બન્યું નહીં. વિપક્ષનું કહેવું હતું કે આ ફિલ્મ આવવાથી મોદી સરકારને ફાયદો થઈ શકે છે અને ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન થશે. આ કારણે ફિલ્મને લોકસભા ચૂંટણી સુધી બૅન કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : બોલીવુડના હાલના સુપરસ્ટાર ક્યારેક દેખાતા હતા આવા !! જુઓ ફોટોઝ

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણમાં આવ્યા એટલે કે વિદ્યાર્થી જીવનથી લઇને તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બનવા અને પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યાર સુધીની સ્ટોરી છે. આ ફિલ્મમાં વિવેક ઑબેરોયને 9 જુદા જુદા રૂપમાં દર્શાવવામાં આવ્યો છે. આ મૂળ હિન્દી ફિલ્મને 23 જુદી જુદી ભાષામાં ડબ કરીને રિલીઝ કરવાનું આયોજન હતું. સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં બમન ઇરાની (રતન ટાટા), મનોજ જોશી (અમિત શાહ), કિશોરી શહાણે (ઇન્દિરા ગાંધી), ઝરીના વહાબ (હીરાબેન મોદી, નરેન્દ્ર મોદીની માતા) અને બરખા બિષ્ટ સેનગુપ્તા(જશોદાબેન)ના પણ મહત્વના પાત્રમાં છે.

narendra modi bollywood vivek oberoi bollywood news manoj joshi boman irani barkha bisht zarina wahab