બોલીવુડ સ્ટાર રણવીર સિંહ પછી હવે નવાઝુદ્દીન બન્યો રૅપર

15 July, 2019 06:27 PM IST  | 

બોલીવુડ સ્ટાર રણવીર સિંહ પછી હવે નવાઝુદ્દીન બન્યો રૅપર

નવાઝુદ્દીન બન્યો રૅપર

સુપર સ્ટાર રણવીર સિંહની જેમ હવે નવાઝુદ્દીન સિદ્દકી પણ હવે સિંગર બનવા જઈ રહ્યાં છે. ફિલ્મ અભિનેતા નવાઝીદ્દીન સિદ્દકીએ ફિલ્મ 'બોલે ચુડિયા' માટે દેશી અંદાજમાં રૅપ સોન્ગ રેકોર્ડ કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દકીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તે ગીત ગાતા દેખાઈ રહ્યાં છે. નવાઝદ્દીન સિદ્દકીએ 'બોલે ચૂડિયા' ગીત ગાયું હતું. આ પહેલીવાર છે જ્યારે નવાઝે કોઈ ફિલ્મ માટે ગીત ગાયું છે અને ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

ફિલ્મ 'બોલે ચૂડિયા'માં નવાઝ એક બંગડી વેચનારની ભૂમિકા ભજવી રહ્યો છે ત્યારબાદ એક બંગડી બનાવનારની કંપનીનો માલિક બની જાય છે. આ ગીતની એક ઝલક જાહેર કરતા નવાઝે લખ્યું હતું કે, 'હું પોતાના પહેલા રૅપ સોન્ગને શૅર કરવા માટે ઉત્સાહિત છું. આ ગીતમાં મારા સિવાય તમન્ના ભાટિયા પણ જોવા મળશે.' આ ફિલ્મનું ડિરેક્શન શમસ સિદ્દકી કરી રહ્યા છે. ગીત અને મૂવી માટે ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. નવાઝે ફિલ્મમાં સ્વેગી ચૂડિયા સોન્ગ ગાયું છે.

આ પણ વાંચો: ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

આ ગીતને કુમારે લખ્યું છે. ગીતને સની અને ઈંદર બાવરાએ કમ્પોઝ કર્યું છે. આ ગીત માટે એક ટીઝર વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. ફિલ્મમાં પણ તમન્ના ભાટિયા અને નવાઝુદ્દીન સિદ્દકી સાથે જોવા મળશે. નવાઝ અને તમન્ના સાથે અનુરાગ કશ્યપ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નવાઝ અને તમન્નાની કેમેસ્ટ્રી જોરદાર છે. અભિનેતા બન્યા પછી સિન્ગરોમાં હવે નવાઝુદ્દીનનું પણ નામ સામેલ થઈ ગયું છે. આ પહેલા અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર, સલમાન ખાન જેવા કલાકારોમાં પણ ગીત ગાઈ ચૂક્યા છે.

entertaintment bollywood gossips gujarati mid-day