મૌની રૉય બનશે નવાઝુદ્દીન સિદ્દીકીની હિરોઇન

12 March, 2019 09:50 AM IST  | 

મૌની રૉય બનશે નવાઝુદ્દીન સિદ્દીકીની હિરોઇન

મૌની રૉય

નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘બોલે ચુડિયાં’માં તેની હિરોઇન તરીકે મૌની રૉય જોવા મળશે. આ ફિલ્મને તેનો ભાઈ શમાસ સિદ્દીકી ડિરેક્ટ કરશે. આ એક લવ સ્ટોરી છે જેમાં તેઓ સાથે કામ કરશે. ફિલ્મ વિશે વાત કરતાં મૌનીએ કહ્યું હતું કે ‘મારું પાત્ર એક નાનકડા શહેરનું, પરંતુ હિંમતવાન અને મહેનતું છે. આ વિશે વાત કરવી હાલમાં યોગ્ય નથી, કારણ કે હું પણ એને હજી જાણી રહી છું. આ પાત્ર ખૂબ જ રિયલ છે અને એથી જ મને એ પસંદ પડ્યું છે. હું હિન્દી ફિલ્મમાં ખરેખર હિરોઇન તરીકે આ ફિલ્મમાં કામ કરી રહી છું. આ પાત્રની તૈયારી માટે હું મારા ડિરેક્ટર અને રાઇટર સાથે બેસીને ચર્ચા કરીશ કે તેઓ મારી પાસે આ પાત્રને કેવી રીતે ભજવવા માગે છે.’

આ પણ વાંચો : કૉમેડી કરતાં પણ હૉરર ફિલ્મ ખૂબ જ મુશ્કેલ : વિકી કૌશલ

ફોટોગ્રાફ માટે પહેલાં રિજેક્ટ કરવામાં આવ્યો હતો નવાઝુદ્દીન સિદ્દીકીને

સાન્યા મલ્હોત્રા સાથેની ‘ફોટોગ્રાફ’ માટે પહેલાં નવાઝુદ્દીન સિદ્દીકીને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. નવાઝુદ્દીને તેની કરીઅરની શરૂઆતમાં તેનું ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટના ફોટો તેણે ઑડિશન માટે ઘણી જગ્યાએ મોકલ્યા હતા જેમાંથી એક ફિલ્મ હતી ‘ફોટોગ્રાફ’. આ ફિલ્મ માટે તેને ઑડિશન આપવા તો બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. એ સમયે નવાઝુદ્દીન નાનાં-નાનાં પાત્રો કરતો હતો. ‘ફોટોગ્રાફ’માં ધારાવીમાં રહેતા એક ફોટોગ્રાફરની ભૂમિકામાં તે જોવા મળશે. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

mouni roy nawazuddin siddiqui bollywood news