મૌની રોયની કાર પર પડ્યો મોટો પથ્થર, માંડ માંડ બચી, જુઓ વીડિયો

18 September, 2019 02:42 PM IST  |  મુંબઈ

મૌની રોયની કાર પર પડ્યો મોટો પથ્થર, માંડ માંડ બચી, જુઓ વીડિયો

મૌની રોય (ફાઈલ ફોટો)

ટીવી સેટની નાગિન તરીકે ફેમસ થયેલી મૌની રોય તાજેતરમાં જ એક દુર્ઘટનામાં માંડ માંડ બચી છે. મૌની રોયની કારને એક અકસ્માત નડ્યો. મૌની રોયની કાર મુંબઈ મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમની કાર પર મોટો પત્થર પડ્યો. આ દુર્ઘટનામાં મૌની રોયની કારનું સન રૂફ તૂટી ગયું. જો કે સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં મૌની રોયને કોઈ ઈજા નથી પહોંચી. મૌની રોયે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરીને મુંબઈ મેટ્રો પર રોષ વ્યક્ત કર્યો છે.

મૌની રોયે વીડિયો શૅર કરતા લખ્યું છે,'હું કામ પર જઈ રહી હતી. ત્યારે જુહૂ સિગ્નલ પર એક મોટો પથ્થર કાર પર પડ્યો. 11 માળ ઉપરથી. હું કશું નહોતી કરી શક્તી. જરા વિચારો કે કોઈ વ્યક્તિ રોડ પરથી પસાર થતો હોત તો શું થાત. મુંબઈ મેટ્રોની આ લાપરવાહી પર શું કરવું જોઈએ. કોઈ ઉપાય હોય તો જણાવો.'

વીડિયો જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાગિનની એક્ટ્રેસ મૌની આ દુર્ઘટનામાં માંડ માંડ બચી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મૌની રોય કારનું રુફ બતાવી રહી છે, જેના પર પથ્થર પડ્યો છે. કારમાં ત્યાં મોટું બાકોરું પડી ગયેલું દેખાય છે.

આ પણ વાંચોઃ સની દેઓલના આ કેન્ડીડ ફોટો તમને યાદ કરાવશે 90sનો જમાનો

ફિલ્મોની વાત કરીએ તો મૌની રોય રાજકુમાર રાવ સાથે સિલ્વર સ્ક્રીન પર દેખાશે. તેમની અપકમિંગ ફિલ્મ મેડ ઈન ચાઈનાનું નવું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. તો ટ્રેલર પણ આજે રિલીઝ થવાનું છે. ફિલ્મ દિનેશ વિઝનના પ્રોડક્શન હાઉસમાં બની છે. ફિલ્મ એક નિષ્ફળ ગુજરાતી વેપારીના જીવન પર આધારિત છે. રાજકુમાર રાવ, મૌની રૉય, બમ ઈરાની, સુમિત વ્યાસ, ગજરાજ રાવ અને અમાયરા દસ્તૂર લીડ રોલમાં છે. ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે.

mouni roy television news rajkummar rao entertaintment