સૌંદર્યા શર્માની રૂમમાં ઘૂસી આવ્યો વાંદરો

09 June, 2019 10:30 AM IST  |  મુંબઈ

સૌંદર્યા શર્માની રૂમમાં ઘૂસી આવ્યો વાંદરો

સૌંદર્યા શર્મા

સૌંદર્યા શર્માની રૂમમાં સવારે વાંદરો ઘૂસી આવતાં એણે રૂમમાં ખાસ્સો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. સૌંદર્યા ૨૦૧૭માં આવેલી ‘રાંચી ડાયરીઝ’માં અનુપમ ખેર, હિમાંશુ કોહલી, જિમ્મી શેરગિલ અને સતીશ કૌશિક સાથે જોવા મળી હતી. તેની રૂમમાં આવેલા વાંદરાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સૌંદર્યાએ કૅપ્શન આપી હતી ‘ઠગ લાઇફ. એ મારા રૂમમાં ઘૂસી આવ્યો અને બ્રેકફાસ્ટ કર્યા વગર જવાનું નામ લીધું નહીં.

આ પણ વાંચો : બિગ બૉસની સીઝન 13માં જોવા મ‍ળશે રાજપાલ યાદવ?

બ્રેકફાસ્ટ કર્યા બાદ મારા બૅડ પર એણે આરામ કર્યો હતો. એ દરમ્યાન હું માત્ર ચીસો પાડતી રહી હતી અને રેકૉર્ડિંગ કરી રહી હતી, કારણ કે મારી પાસે બીજો કોઈ પર્યાય નહોતો.

bollywood news