બિગ બૉસની સીઝન 13માં જોવા મ‍ળશે રાજપાલ યાદવ?

Published: Jun 09, 2019, 10:26 IST | મુંબઈ

શું ખરેખર રાજપાલ લોકોને ‘બિગ બૉસ’ દ્વારા મનોરંજન પૂરું પાડશે એ તો સમય જ જણાવશે.

રાજપાલ યાદવ
રાજપાલ યાદવ

સીઝન ૧૩માં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. રાજપાલ યાદવ પર છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા હતા. તેણે ૨૦૧૦માં ફિલ્મ બનાવવા માટે એક કંપની પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. લોનની ચુકવણી ન કરવાના આરોપસર તેને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. રાજપાલને ગયા વર્ષે નવેમ્બરમાં પકડવામાં આવ્યો હતો અને તેને આ વર્ષે ફેબ્રુઆરીમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. એવામાં હવે એવી શક્યતા છે કે તે આ રિયલિટી શોમાં એન્ટ્રી કરીને લોકોને મનોરંજન પીરસશે.

આ પણ વાંચો : એકતા કપૂરની વેબ-સિરીઝમાં સાયન્ટિસ્ટ બનશે સાક્ષી તન્વર

આ શોમાં ભાગ લેવા માટે રાજપાલને અપ્રોચ કરવામાં આવ્યો છે. શોના મેકર્સ મુજબ રાજપાલ આ શો માટે ફિટ છે. રાજપાલની પર્સનાલિટી, કૉમેડી અને તેની વન લાઇનર્સ શોની એન્ટરટેઇનમેન્ટ વૅલ્યુ વધારી શકે છે. શું ખરેખર રાજપાલ લોકોને ‘બિગ બૉસ’ દ્વારા મનોરંજન પૂરું પાડશે એ તો સમય જ જણાવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK