Mission Mangal Collection : અક્ષય કુમારની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ બની

16 August, 2019 12:58 PM IST  | 

Mission Mangal Collection : અક્ષય કુમારની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ બની

અક્ષય કુમારની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ

જેની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે અક્ષય કુમારની મિશન મંગલ ફિલ્મે પહેલા જ દિવસે જોરદાર ઉડાન ભરી છે. ફિલ્મે પહેલા જ દિવસે બંપર કમાણી કરી છે. આમ મિશન મંગલે પહેલા જ દિવસે બંપર ઓપનીંગ કરતા અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરતી ઓપનીંગ ફિલ્મ બની ગઇ છે. ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા, કીર્તિ કુલહરી, નિથ્યા મેનને મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુરુવારે રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિવસે રિલીઝ થયેલી મિશન મંગલે પહેલા દિવસે 29.16 કરોડની કમાણી કરી હતી. ઈસરોના અંતરિક્ષમાં ઈતિહાસ બનાવવાની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા કઈ રીતે વિપરિત પરીસ્થિતિઓમાં મંગળ ગ્રહ પર મંગળયાન મોકલવામાં આવ્યું તે દર્શાવવામાં આવ્યું છે. માત્ર આશરે 450 કરોડના ખર્ચે કઈ રીતે પહેલી જ વારમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ઈતિહાસ રચ્યો તેની સ્ટોરી દર્શાવાઈ છે.

આ પણ વાંચો: ડેઈઝી શાહની પહેલી ગુજરાતી ફિલ્મનું અહીં થઈ રહ્યું છે શૂટિંગ, જુઓ ફોટોઝ

મિશન મંગલને દર્શકો દ્રારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. દર્શકોની સાથે ફિલ્મ ક્રિટિક્સે પણ મિશન મંગલના વખાણ કર્યા છે. જેમ ઈસરોએ મંગળ પર પહોંચીને ઈતિહાસ રચ્યો તેમ મિશન મંગલે બોક્સ ઓફિસ પર રંગ જમાવ્યો છે. સુપર સ્ટાર અક્ષય કુમારની પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે મિશન મંગલ. છેલ્લા 3 વર્ષમાં સ્વાતંત્ર્ય દિવસ પર રિલીઝ થનારી ફિલ્મોમાં મિશન મંગલ ત્રીજા સ્થાને રહી છે. આ યાદીમાં સૌથી ટોપ પર 'સિંઘમ રિટર્ન્સ' છે જેણે 32 કરોડની કમાણી કરી હતી જ્યારે 'એક થા ટાઈગરે' 31 કરોડની કમાણી કરી હતી.

akshay kumar gujarati mid-day