ડેઈઝી શાહની પહેલી ગુજરાતી ફિલ્મનું અહીં થઈ રહ્યું છે શૂટિંગ, જુઓ ફોટોસ

Published: Aug 15, 2019, 14:02 IST | વડોદરા

ડેઈઝી શાહ પોતાની પહેલી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જેની તસવીરો સામે આવી છે.

ડેઈઝી શાહ કરી રહી છે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ
ડેઈઝી શાહ કરી રહી છે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ

'જય હો' ફિલ્મથી બોલીવુડમાં પોતાની કરિયર શરૂ કરના ડેઈઝી શાહ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. ફિલ્મનું નામ છે 'ગુજરાત 11'. ફિલ્મને જયંત ગિલાટર ડાયરેક્ટ કરી રહ્યા છે. હાલ આ ફિલ્મનું વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં શૂટિંગ થઈ રહ્યું છે. જેની તસવીરો સામે આવી છે. તસવીરમાં ડેઈઝી હાથમાં તિરંગા સાથે જોવા મળી.

DAISY SHAH


ફિલ્મમાં ડેઈઝી શાહ ફૂટબોલ કોચના રોલમાં જોવા મળશે. જેમાં તેમની સામે પ્રતિક ગાંધી છે. આ ફિલ્મ ગુજરાતી ભાષાની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ છે. શબાના આઝમી અને જુહી ચાવલા જેવા કલાકારોને લઈને ચૉક એન્ડ ડસ્ટર જેવી ફિલ્મ બનાવી ચુકેલા જયંત ગિલાટર આ ફિલ્મ લઈને આવી રહ્યા છે. જયંત ગિલાટરે જ સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ નટ સમ્રાટ બનાવી છે. તેઓ સદરક્ષણાય અને રણભૂમિ જેવી અવૉર્ડ વિનિંગ મરાઠી ફિલ્મો બનાવી ચુક્યા છે.

DAISY SHAH

આવી છે ફિલ્મની સ્ટોરી
ગુજરાત 11માં ડેઈઝી શાહ એક ફૂટબોલ કોચના રોલમાં છે. જે તોફાની અને સમાજમાં હડધૂત થયેલા કિશોરોને તાલિમ આપીને એક અદભૂત ફૂટબોલ ટીમ બનાવે છે. આ ટીમ પોતાની મહેનતથી અને સિદ્ધીઓ મેળવે છે.

આ પણ જુઓઃ 73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...

ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેણે ઉત્સુકતા જગાવી છે. અને હવે તો ફિલ્મના શૂટિંગની તસવીરો પણ સામે આવી છે.જેમાં ડેઈઝી શાહ જોવા મળી રહી છે. આ ફિલ્મને જલ્દી જ મોટા પડદા પર જોવા દર્શકો આતુર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK