સડક 2માં જોવા મળશે મકરંદ દેશપાંડે

21 May, 2019 11:31 AM IST  |  મુંબઈ

સડક 2માં જોવા મળશે મકરંદ દેશપાંડે

મકરંદ દેશપાંડે

મહેશ ભટ્ટની ‘સડક 2’માં મકરંદ દેશપાંડેને પણ પસંદ કરવામાં આવ્યો છે. આ રોલ મળતાં તે ખૂબ જ ખુશ છે. મુકેશ ભટ્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ‘સડક 2’ વિશે જણાવતાં મકરંદ દેશપાંડેએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં હું ગૉડમૅનનું પાત્ર ભજવી રહ્યો છું. મુકેશ ભટ્ટ હંમેશાં મને કહેતા હતા કે હું તેમના માટે લકી છું. જોકે હું એ નથી જાણતો કે એવું તે શું થયું કે તેઓ છેલ્લાં થોડાં વર્ષોથી મારી સાથે કામ નથી કરતા.’

મહેશ ભટ્ટની પ્રશંસા કરતાં મકરંદ દેશપાંડેએ કહ્યું હતું કે ‘મારા મતે મહેશ ભટ્ટ સાબ એવી વ્યક્તિ છે જેમની સાથે તમે સરળતાથી કનેક્ટ થઈ શકો છો. તમે તેમને ગુમાવવા નથી માગતા. હું ફિલ્મમાં મારા પાત્ર વિશે વધુ નહીં કહીં શકું. હું એટલું જરૂર કહીશ કે મારો રોલ એક્સાઇટ‌િંગ છે.’

આ પણ વાંચો : ગેમ ઑફ થ્રોન્સની સ્ટાઇલમાં હાઉસફુલ 4

આ ફિલ્મમાં સંજય દત્ત, પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ પણ જોવા મળવાની છે. આલિયા ભટ્ટની પ્રશંસા કરતાં મકરંદ દેશપાંડેએ કહ્યું હતું કે ‘હું નથી માનતો કે મને કોઈ અધિકાર હોય કે હું કોઈ પણ ઍક્ટરની ઍક્ટિંગ કૅપેબિલિટીઝ પર કમેન્ટ કરી શકું. હું એટલું જરૂર કહીશ કે તેના ક્લોઝ-અપ કે લૉન્ગ શૉટ્સ હોય, ડાન્સ કરતી હોય કે ડાન્સ ન કરતી હોય, તે ચૂપ હોય અથવા તો બોલતી હોય તેનામાં સ્ક્રીન પર છવાઈ જવાની અદ્ભુત ક્ષમતા છે. મારા મતે તે એક્સલન્ટ અને વિકસિત ઍક્ટ્રેસ છે.’

makarand deshpande bollywood news mahesh bhatt alia bhatt