Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગેમ ઑફ થ્રોન્સની સ્ટાઇલમાં હાઉસફુલ 4

ગેમ ઑફ થ્રોન્સની સ્ટાઇલમાં હાઉસફુલ 4

21 May, 2019 11:24 AM IST | મુંબઈ

ગેમ ઑફ થ્રોન્સની સ્ટાઇલમાં હાઉસફુલ 4

‘હાઉસફુલ 4’ના કાસ્ટ

‘હાઉસફુલ 4’ના કાસ્ટ


‘ગેમ ઑફ થ્રોન્સ’ની સ્ટાઇલમાં ‘હાઉસફુલ 4’ની ટીમે તેમનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોને અક્ષયકુમારે ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. ફોટોમાં અક્ષયકુમારની સાથે રિતેશ દેશમુખ, ક્રિતી સૅનન, બૉબી દેઓલ, ક્રિતી ખરબંદા અને પૂજા હેગડે જોવા મળી રહ્યા_ છે એટલું જ નહીં; તે લોકો આર્ટિફિશ્યલ ખોપડીની આસપાસ બેઠેલા દેખાય છે. ‘ગેમ ઑફ થ્રોન્સ’નો ફાઇનલ એપિસોડ ગઈ કાલે રિલીઝ થયો હોવાથી એવું લાગે છે કે તેમના પર એનો ફીવર છવાયેલો છે. દિવાળી દરમ્યાન રિલીઝ થનારી ‘હાઉસફુલ 4’ના ડિરેક્ટર ફરહાદ સામજી છે. ટીમનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘હાઉસફુલ ઑફ થ્રોન્સ’. કોણ જીવશે કોણ મરશે એ તો માત્ર સ્ક્રિપ્ટ જ નક્કી કરશે.’

આ પણ વાંચો : પ્રિયંકા જેવી બનવા માગે છે હિના ખાન



‘ગેમ ઑફ થ્રોન્સ’ની ટૅગલાઇન છે કે ‘વિન્ટર ઇઝ કમિંગ’. અક્ષયકુમારના ટ્વીટ પર રિપ્લાય આપતાં રિતેશ દેશમુખે લખ્યું હતું કે ‘વિન્ટરને ભૂલી જાઓ... દિવાળી આવી રહી છે. ‘હાઉસફુલ 4’.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2019 11:24 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK