સડક 2 કંઈ મારી નવી શરૂઆત નથી : મહેશ ભટ્ટ

05 May, 2019 09:31 AM IST  |  મુંબઈ

સડક 2 કંઈ મારી નવી શરૂઆત નથી : મહેશ ભટ્ટ

સડક 2

મહેશ ભટ્ટનું કહેવું છે કે તેઓ તેમની આગામી ફિલ્મ દ્વારા કંઈ નવેસરથી શરૂઆત નથી કરી રહ્યા. મહેશ ભટ્ટે છેલ્લે ૧૯૯૯માં આવેલી ‘કારતૂસ’ ડિરેક્ટ કરી હતી. ત્યાર બાદ તેમણે તેમના પ્રોડક્શન-હાઉસ દ્વારા ઘણા નવોદિત ઍક્ટર્સને બૉલીવુડમાં લૉન્ચ કર્યા છે. તેઓ હવે ૧૯૯૧માં આવેલી ‘સડક’ની સીક્વલ ‘સડક 2’ને ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે. આ વિશે વધુ જણાવતાં મહેશ ભટ્ટે કહ્યું છે કે ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું વીસ વર્ષ બાદ ‘સડક 2’ જેવી ફિલ્મને ડિરેક્ટ કરીશ.

આ પણ વાંચો : પ્રિયંકા અને હું હજી પણ ખૂબ જ સારા મિત્રો છીએ : અલી અબ્બાસ ઝફર

જોકે એક ફિલ્મમેકર તરીકે હું એને મારી સેકન્ડ ઇનિંગ્સ અથવા તો નવી શરૂઆત નથી કહી રહ્યો. આ અચાનક થઈ ગયું. મને નથી ખબર કે આવતી કાલે શું થવાનું છે. હું એ ફેઝમાં ફરી જવા નથી માગતો જ્યાં હું ઘણીબધી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો હોઉં અને એને ડિરેક્ટ પણ કરું.’

mahesh bhatt pooja bhatt sanjay dutt aditya roy kapur alia bhatt bollywood news