ડાન્સ કરવામાં ઉંમર વચ્ચે ન આવવી જોઈએ : માધુરી દીક્ષ‌િત

29 May, 2019 08:01 AM IST  |  મુંબઈ

ડાન્સ કરવામાં ઉંમર વચ્ચે ન આવવી જોઈએ : માધુરી દીક્ષ‌િત

આજા નચ લે - માધુરી દી‌ક્ષ‌િત નેનેએ સોમવારે જુહુમાં આવેલી એક હોટેલમાં તેના નવા શો ‘ડાન્સ દીવાને’ની બીજી સીઝનને લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટમાં તે એક ચાહક સાથે ડાન્સ કરતી પણ જોવા મળી હતી. તસવીર : યોગેન શાહ

માધુરી દીક્ષ‌િત નેનેનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને ડાન્સમાં ઉંમર વચ્ચે ન આવવી જોઈએ. માધુરી ડાન્સ-શો ‘ડાન્સ દીવાને’ને જજ કરી રહી છે. તેણે ગઈ કાલે જ આ શોની બીજી સીઝનને લૉન્ચ કરી હતી. આ શોમાં જુદી-જુદી ઉંમરના ગ્રુપનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શોને કલર્સ ચૅનલ પર પંદર જૂનથી રજૂ કરવામાં આવશે. આ વિશે વધુ જણાવતાં માધુરીએ કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ઉંમરને કારણે કોઈ વ્યક્તિ ડાન્સ કરવા પર સીમિત થઈ જાય એવું ન હોવું જોઈએ. અન્ય શોમાં બાળકો જ ડાન્સમાં ભાગ લેતાં હતાં અને પેરન્ટ્સ ફક્ત બેસીને જોતા હતા. આ વર્ષે અમે દરેક ઉંમરની વ્યક્તિને લઈને આવી રહ્યા છીએ, કારણ કે અમારી પહેલી સીઝનને કારણે લોકોને ડાન્સ વિશે ઘણી પ્રેરણા મળી છે.’

આ પણ વાંચો : જુઓ એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાના સુંદર અને સેક્સી લૂક્સ

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતને કદાચ ગુજરાતી આવડતું હોય તેવું લાગે છે. જી આ અમારો તુક્કો નથી ખુદ માધુરી દીક્ષિતે આ વાતનો સંદેશો આપ્યો હતો. માધુરી દીક્ષિતે ટ્વિટ કરીને આ વાતનો ઈશારો કર્યો હતો. બોલીવુડની સદાબહાર અભિનેત્રી માધુરી દીક્ષિતે તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ' જોઈ છે. અને તેના વખાણ પણ કર્યા હતા.

madhuri dixit bollywood news