Love Aaj Kal Trailer:સૈફએ કહ્યું મારી ફિલ્મનું ટ્રેલર હતું વધારે સારું

18 January, 2020 02:29 PM IST  |  Mumbai Desk

Love Aaj Kal Trailer:સૈફએ કહ્યું મારી ફિલ્મનું ટ્રેલર હતું વધારે સારું

બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોના રિએક્શન સામે આવી રહ્યા છે અને ટ્રેલરના મિક્સ રિવ્યૂ આવ્યા છે. ઘણાં લોકોએ ફિલ્મમાં સારા અને કાર્તિકના કામના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ કહ્યું કે તેમને આના કરતાં વધારે અપેક્ષા હતી.

સૈફ અલી ખાને પણ પોતાની દીકરી સારા અલી ખાનની ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પણ, સૈફના રિએક્શનથી લાગી રહ્યું છે કે તેને સારાની ફિલ્મનું ટ્રેલર વધારે પસંદ આવ્યું નથી અને તેણે પોતાની ફિલ્મના ટ્રેલરને વધારે સારું કહ્યું. સૈફએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 'મને નથી ખબર કે મને લવ આજકલનું શૂટિંગ હજી પણ કેમ યાદ છે. મેં ટ્રેલર જોયું અને હું તેને શુભેચ્છાઓ આપું છું. હું સારાને શુભેચ્છાઓ આપું છું, કારણકે મારી દીકરી છે. મને મારી ફિલ્મનું ટ્રેલર વધારે ગમ્યું છે.'

જણાવીએ કે 'લવ આજ કલ'નું ટ્રેલર શુક્રવારના રિલીઝ થયું છે અને ફિલ્મ 14 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા કાર્તિક અને સારા પહેલી વાર સ્ક્રીન પર સાથે દેખાશે. ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ 'વીર' અને સારા અલી ખાનનું 'જોઇ' છે. બન્ને સિવાય આ ફિલ્મમાં આરૂષી શર્મા પણ લીડ રોલમાં છે જેની સાથે કાર્તિકની 1990ની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. આરૂષી આ ફિલ્મ સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....

સારા-કાર્તિકની 'લવ આજકલ' વર્ષ 2009માં રિલીઝ થઈ 'લવ આજકલ'ની સીક્વલ છે. તે ફિલ્મમાં સારાના પિતા એટલે કે સૈફ અલી ખાને લીડ એક્ટરનો રોલ ભજવ્યો હતો. તેની સાથે દીપિકા પાદુકોણ લીડ એક્ટ્રેસ હતી. હાલ ટ્રેલરને લઈને ખૂબ જ મિક્સ રિવ્યૂ આવી રહ્યા છે. ટ્રેલરને જોઇને લોકોને જૂની લવ આજકલની યાદ આવી ગઈ છે.

sara ali khan saif ali khan bollywood kartik aaryan deepika padukone bollywood news bollywood gossips