પરિણીતીની ફિલ્મમાં પોલીસ ઑફિસર બનશે કીર્તિ કુલ્હારી

07 August, 2019 11:40 AM IST  | 

પરિણીતીની ફિલ્મમાં પોલીસ ઑફિસર બનશે કીર્તિ કુલ્હારી

પરિણીતી ચોપડાની ફિલ્મ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં કીર્તિ કુલ્હારી પોલીસ ઑફિસરના પાત્રમાં જોવા મળશે. ૨૦૧૬માં આવેલી હૉલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મની એ જ નામથી બૉલીવુડમાં રીમેક બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં પરિણીતી આલ્કોહૉલિક ડિવૉર્સી મહિલાનું પાત્ર ભજવશે જે એક મિસિંગ પર્સનના ઇન્વેસ્ટિગેશનનો ભાગ બનતી જોવા મળશે. આ ફિલ્મમાં પોલીસ ઑફિસર આલિયા કૌરનું પાત્ર કીર્તિ કુલ્હારી ભજવશે. કીર્તિની હાલમાં અક્ષયકુમાર સાથેની ‘મિશન મંગલ’ પણ પંદર ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: Aarohi padiya:રાજકોટની આ ચાર વર્ષની છોકરી છે Tiktok queen

kirti kulhari parineeti chopra gujarati mid-day