રેમોની વરુણ ધવન સાથેની ડાન્સ ફિલ્મને ના પાડી દીધી કૅટરિના કૈફે

30 December, 2018 10:15 AM IST  | 

રેમોની વરુણ ધવન સાથેની ડાન્સ ફિલ્મને ના પાડી દીધી કૅટરિના કૈફે

કૅટરિના કૈફ

કૅટરિના પહેલી વાર આ ફિલ્મ દ્વારા વરુણ ધવન સાથે દેખાવાની હતી. જોકે ફિલ્મ માટે તારીખો ન હોવાથી ગઈ કાલે તેણે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું. ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરશે અને રેમો ડિસોઝા ડિરેક્ટ કરશે. ૨૦૧૯ના નવેમ્બરમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં વરુણ ધવનની સાથે જ પ્રભુ દેવા પણ જોવા મળશે.

આ પણ વાંચો : આ વર્ષ મારા માટે ખૂબ અદ્ભુત રહ્યું છે : રણવીર સિંહ

ફિલ્મ છોડવાનું કારણ જણાવતાં કૅટરિનાના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘કૅટરિના કૈફે ‘ભારત’ના વ્યસ્ત શેડ્યુલના કારણે રેમો ડિસોઝાની ફિલ્મને ના પાડી છે. કૅટરિના હંમેશાંથી જ પોતાના કામ પ્રતિ પ્રોફેશનલ રહી છે. આ જ કારણ છે કે ‘ભારત’ સાથે તારીખોના ટકરાવને કારણે તેણે ફિલ્મમાંથી હટી જવાનો નર્ણિય લીધો હતો. કૅટરિના હાલમાં ‘ભારત’નું શૂટિંગ કરી રહી છે.’

katrina kaif varun dhawan remo dsouza bollywood news