Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વર્ષ મારા માટે ખૂબ અદ્ભુત રહ્યું છે : રણવીર સિંહ

આ વર્ષ મારા માટે ખૂબ અદ્ભુત રહ્યું છે : રણવીર સિંહ

30 December, 2018 10:28 AM IST |

આ વર્ષ મારા માટે ખૂબ અદ્ભુત રહ્યું છે : રણવીર સિંહ

સિમ્બા લુકમાં રણવીર સિંહ

સિમ્બા લુકમાં રણવીર સિંહ


રણવીરે નવેમ્બરમાં દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યાં હતાં અને વર્ષના અંતે તેની ‘સિમ્બા’ પણ સફળ નીવડી રહી છે. આ વિશે રણવીરે કહ્યું હતું કે ‘આ મારા માટે અદ્ભુત ક્ષણ છે. એક કલાકાર તરીકે હું હંમેશાં નવા-નવા એક્સપરિમેન્ટ કરવા માગું છું અને હું ખુશ છું કે મારી ફિલ્મોની પસંદગી લોકોને પણ ગમી છે. લોકો પણ ચાહે છે કે હું જ્યારે પણ સ્ક્રીન પર આવું તો મારી એક જ પ્રકારની ઇમેજમાંથી બહાર આવું. મારા માટે આ વર્ષ પ્રોફેશનલી અને પર્સનલી ખૂબ જ અગત્યનું અને અદ્ભુત રહ્યું છે. આ ફિલ્મના રેકૉર્ડથી મારી સિનેમાની જર્ની ખૂબ જ સારી બની ગઈ હતી.’

રણવીરમાં સુપરસ્ટાર જેવો ઍટિટ્યુડ નથી : ચંદન પ્રભાકર



‘ધ કપિલ શર્મા શો’ના કૉમેડિયન ચંદન પ્રભાકરે જણાવ્યું હતું કે રણવીર સિંહમાં એક સુપરસ્ટાર હોવાનો જરા પણ ઘમંડ નથી. ‘ધ કપિલ શર્મા શો’માં રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી ‘સિમ્બા’ને પ્રમોટ કરવા માટે હાજર રહ્યાં હતાં. આ શો આજથી સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર શરૂ થઈ રહ્યો છે. શોમાં સૌએ ભરપૂર ધમાલમસ્તી કરી હતી. આ શોમાં રણવીર અને સારા સાથેનો પોતાનો અનુભવ વ્યક્ત કરતાં કૉમેડિયન ચંદન પ્રભાકરે કહ્યું હતું કે ‘રણવીર સિંહ એક સુપરસ્ટાર છે, પરંતુ તેનું વર્તન સુપરસ્ટાર જેવું નથી. તેનો વર્તાવ મારાં સગાંસંબંધી જેવો હતો. તેનામાં સુપરસ્ટાર હોવાનો ઍટિટ્યુડ જરા પણ નથી. હું શો કરતી વખતે અચકાતો પણ નહોતો, કારણ કે મને જરા પણ એવો અનુભવ થયો નહોતો કે હું બૉલીવુડના એક સ્ટારની બાજુમાં ઊભો હતો. તેનું વર્તન મારા ભાઈ જેવું જ હતું. તે અમારા બધાની સાથે ખૂબ જ સ્વીટ હતો તો સારા અલી ખાન પણ એક સ્ટારની દીકરી હોવા છતાં પણ અમારી સાથે ખૂબ જ વિનમþ રહી હતી. તેઓ અમારી સાથે ખૂબ જ હળીમળી ગયાં હતાં. અમને અમારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવામાં પણ તેમણે ખૂબ મદદ કરી હતી.’


આ શો વિશે જણાવતાં ચંદન પ્રભાકરે કહ્યું હતું કે ‘તમે મને આ શોમાં કપિલની મજાક ઉડાવતાં જોઈ શકશો. દીપિકા પાદુકોણ સાથે અમે તેને ચીડવીશું અને રણવીર સાથેનાં તેનાં લગ્નને લઈને પણ અમે તેની મશ્કરી કરીશું. આ વખતે અમે એક પગલું આગળ માંડ્યું છે. કપિલને પજવવા માટે તેની સ્થિતિ પર શાયરી પણ બનાવીશું.’

આ પણ વાંચો : મ્યુઝિક કંપની શરૂ કરવાનો મારો કોઈ જ પ્લાન નથી : સોનુ નિગમ


રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’માં અજય દેવગન તેના બાજીરાવ સિંઘમના પાત્રમાં અને રણવીર સિંહ તેના સિમ્બાના પાત્રમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 10:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK