કાર્તિક અને સારા ફાઇનલી જોવા મળશે લવ આજ કલની સીક્વલમાં

02 March, 2019 10:04 AM IST  | 

કાર્તિક અને સારા ફાઇનલી જોવા મળશે લવ આજ કલની સીક્વલમાં

કાર્તિક આર્યન અને સારા અલી ખાન

કાર્તિક આર્યન હવે ‘લવ આજ કલ’ની સીક્વલમાં જોવા મળવાનો છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં સારા અલી ખાન અને રણદીપ હૂડા પણ જોવા મળશે. ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘લવ આજ કલ’માં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મની સીક્વલમાં સૈફ અને સારા સાથે કામ કરશે એવી ચર્ચા ચાલી હતી. જોકે સૈફ આ ફિલ્મમાં નથી. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. આ સીક્વલને ‘લુકા છુપી’ના પ્રોડ્યુસર દિનેશ વિજન પ્રોડ્યુસ કરવાના છે.

આ પણ વાંચો : સોનુ નિગમ લઈને આવ્યો શંકર ભગવાનનાં ભક્તિમય ગીતો

કાર્તિક પ્રત્યે સારાને ક્રશ છે એ વાત જગજાહેર છે અને એવામાં બન્ને ઑન- સ્ક્રીન રોમૅન્સ પણ કરતાં જોવા મïળશે. ફિલ્મ મળવાની ખુશી વ્યક્ત કરતાં કાર્તિકે કહ્યું હતું કે ‘ઇમ્તિયાઝ મારા ફૅવરિટ ફિલ્મ-મેકરમાંનો એક છે. હું તેમની સાથે હંમેશાં કામ કરવા માગતો હતો. હું ખુશ છું કે આખરે મને એ તક મળી ગઈ.’

kartik aaryan sara ali khan bollywood news love aaj kal