Kareena Kapoor Birthday:પોતાના જ મહેલનો રસ્તો ભૂલી ગયા સૈફ અલી ખાન

19 September, 2019 06:54 PM IST  |  હરિયાણા

Kareena Kapoor Birthday:પોતાના જ મહેલનો રસ્તો ભૂલી ગયા સૈફ અલી ખાન

તમે ક્યારેય તમારા ઘરનો રસ્તો ભૂલી શકો ? ગમે એવા ટેન્શનમાં હો, કે વિચારમાં હો કોઈ વ્યક્તિ પોતાના ઘરે તો પહોંચી જ શકે. પણ પત્નીનો જન્મદિવસ આ મુદ્દો જ એવો છે કે ભલભલા પતિના પરસેવા છૂટી જાય. બોલીવુડ સેલેબ્સ પણ આમાં અપવાદ નથી. સૈફ અલી ખાન સાથે કંઈક આવું જ બન્યું છે.

સૈફ અલી ખાને પત્ની કરીના કપૂરના બર્થ ડેની ઉજવણી પોતાના પેલેસમાં પ્લાન કરી છે, પરંતુ તેઓ પેલેસ સુધી પહોંચવાનો રસ્તો જ ભૂલી ગયા. સૈફ અલી ખાન બુધવારે કરીના અને તૈમૂર સાથે પટૌડીમાં ઈબ્રાહિમ પેલેસ પહોંચવાનો રસ્તો ભૂલી ગયા. બાદમાં તેમણે રસ્તામાં સ્ટુડન્ટ્સને પૂછીને રસ્તા વિશે માહિતી મેળવી. બોલીવુડના સ્ટારને જોઈને સ્ટુડન્ટ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે સૈફને પેલેસ સુધી તો પહોંચાડ્યા પરંતુ સેલ્ફી લેવાનું ન ભૂલ્યા.

ઉલ્લેખનીય છે કે 21 તારીખે કરીના કપૂરનો જન્મ દિવસ છે. અને સૈફ અલી ખાને ગોર્જિયસ વાઈફ માટે હરિયાણામાં પોતાના પેલેસમાં ખાસ સેલિબ્રેશન પ્લાન કર્યું છે. આ માટે જ સૈફ અલી ખાન હરિયાણા પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટથી સૈફ અલી ખાને એક SUV હાયર કરી હતી. તેઓ ગાડીમાં ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા. તો તૈમુર અને કરીના પાછળની સીટ પર. પરંતુ હરિયાણા પહોંચ્યા બાદ સૈફ અલી ખાન રસ્તો ભૂલી ગયા અને ભૂલથી માર્કેટ પહોંચી ગયા. આખરે તેમણે એક સ્ટુડન્ટને રસ્તો પૂછ્યો. પેલેસ પહોંચ્યા પછી બધા સાથે સેલ્ફી પણ પડાવી.

આ પણ વાંચોઃ IIFA Awards 2019:કંઈક આવા પ્રકારના કપડામાં દેખાયા બોલીવુડ સ્ટાર્સ

ઉલ્લેખનીય છે કે હરિયાણા જતા પહેલા સૈફ અલી ખાન, તૈમુર અને કરીના મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. કરીના કપૂર એરપોર્ટ પર ક્લાસિક બ્લૂ ડેનિમ અને વ્હાઈટ ટી લૂકમાં દેખાઈ હતી. તો તેણે પોતાના લૂકને જેકેટ અને બૂટ્સ સાથે પેર કર્યો હતો તૈમુર પપ્પાના ખભા પર બેઠેલા દેખાયા, તેણે પણ વ્હાઈટ ટી અને કાળું ડેનિમ પહેર્યું હતું. સૈફ અલી ખાન સફેદ પાયજામા અને આસામાની કુર્તામાં દેખાયા હતા.

saif ali khan kareena kapoor taimur ali khan